ગુજરાત@શિક્ષણઃ મહિલા શિક્ષિકા દારૂ પી બાળકો ભણાવતી વાલીઓએ કરાવી સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં સભ્ય સમાજને શર્મશાર કરે તેવી એક ઘટના સામે આવી છે. રામપુરાની શાળા ક્રમાંક 126માં હેમાંગી સોલંકી નામની શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવ્યા છે કારણકે મહિલા શિક્ષિકા પર આરોપ લાગ્યા છે કે તેઓ દારૂનો નશો કરીને બાળકોને ભણાવતા હતા. આ બાબતે બાળકોએ ખુદ તેમના માતાપિતાને ફરિયાદ કરી
 
ગુજરાત@શિક્ષણઃ મહિલા શિક્ષિકા દારૂ પી બાળકો ભણાવતી વાલીઓએ કરાવી સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં સભ્ય સમાજને શર્મશાર કરે તેવી એક ઘટના સામે આવી છે. રામપુરાની શાળા ક્રમાંક 126માં હેમાંગી સોલંકી નામની શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવ્યા છે કારણકે મહિલા શિક્ષિકા પર આરોપ લાગ્યા છે કે તેઓ દારૂનો નશો કરીને બાળકોને ભણાવતા હતા. આ બાબતે બાળકોએ ખુદ તેમના માતાપિતાને ફરિયાદ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના રામપુરાની એક સનસની ઘટના સામે આવી છે. તમે આજ સુધી શિક્ષકો દારૂ પીને છોકરાઓ ભણાવતા જોયા હશે અને સાંભળ્યુ હશે પણ આ એક એવી ઘટના છે કે, તમે કદી સપનામાં પણ વિચાર નહી કર્યો હોય. સુરતમાં એક મહિલા શિક્ષિકા બાળકોને દારૂ પી ભણાવતી હોવાથી બાળકો ડરના માર્યો માતા- પિતાને ઘરે જાણ કરી હતી. આ પછી વાલીઓએ શાળામાં આવી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ શિક્ષિણ સમિતિને લેખિતમાં ફરિયાદ આપી હતી. જેથી શિક્ષણ સમિતિ દ્નારા આ મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહિલા શિક્ષિકા દારૂ પી બાળકોને કેવી રીતે જ્ઞાનના પાઠ શીખવી શકશે. બાળકો દ્રારા વાલીઓને જાણ કરી વાલીઓએ શાળામાં આવી ખળભળાટ કરી મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરવાનું કહી લેખિતમાં ફરીયાદ કરવામાં આવી હતી જેથી મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.