આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પતિ-પત્નીના ઝઘડા ક્યારેક વિકરાળ સ્વરૂપ લઈ લેતા હોય છે જેના પરિણામો ગંભીર આવે છે. પિયર જતી રહેલી પત્નીના વિરહમાં આવી જ સ્થિતિ વડોદરાના એક યુવાનની થઈ છે જેણે પોલીસની કાર્યવાહી સામે રોષે ભરાઈ પોલીસ મથકની બહાર આપઘાતનો પ્રયાસ કરતા ચકતાર મચી ગઈ છે. યુવાનને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે એસ.એસ.જી. હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

વડોદરામાં આજે બપોરે 108ને રાવપુરા પોલીસ મથક પહોંચવાનો કોલ આવ્યો હતો. એક યુવાને રાવપુરા પોલીસની કથિત નબળી કાર્યવાહીથી રોષે ભરાઈને પોતાની જાતને બ્લેડ મારી ઘાયલ કરી હતી. યુવાન એક તબક્કે બેભાન થઈ પોલસ મથકની લોબીમાં ઢળી પડ્યો હતો. જોકે, 108 આવી ત્યારે તે જાતે પોલીસ મથકના દાદાર ઉતરી નીચે આવ્યો હતો. તેણે રડતાં રડતાં કહ્યું હતું કે મારી પત્ની ન આવી તો રાવપુરા પોલીસ મથકમાં જ મરી જઈશ.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ યુવાને પોલીસની કઈ વાતથી ઉશ્કેરાઈ આ પ્રકારનું પગલું ભર્યુ તે જણાવ્યું નહીં જોકે, તે વારંવાર પોતાની પત્ની સાસરીમાં હોવાનું રટણ કરી રહ્યો હતો. 108 દ્વારા તેને તાત્કાલિક સારવારમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવાને શા માટે પોલીસ મથકના પરિસરમાં આ પ્રકારનું પગલું ભર્યુ? પોલીસ પાસે તેની શું માંગણી હતી તેના વિશે વધુ વિગતો મેળવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code