ગુજરાતઃ કિર્તીને ટીકટોક વીડિયો ભારે પડ્યો, થયો 25 હજારનો દંડ

અટલ સમાચાર, ડેસ્ક સુરતની ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો. જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની રસીદ સાથેનો વીડિયો
 
ગુજરાતઃ કિર્તીને ટીકટોક વીડિયો ભારે પડ્યો, થયો 25 હજારનો દંડ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતની ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો. જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની રસીદ સાથેનો વીડિયો પણ કિર્તી પટેલે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાઈરલ કર્યો હતો. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ હતી. જેથી સુરત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કિર્તી પટેલને 15 હજાર અને તેને સાથ આપનારને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અડાજણ પાલ ખાતે આવેલી સુરત વન વિભાગની ઓફિસ ખાતે કિર્તી પટેલ દ્વારા 25 હજારનો દંડ ભરવામાં આવ્યો હતો. જેની રસીદ સાથે કિર્તી પટેલે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને કહ્યું હતું કે, દંડ ભરી આવી છું. આ તેની રસીદ છે.

ગુજરાતઃ કિર્તીને ટીકટોક વીડિયો ભારે પડ્યો, થયો 25 હજારનો દંડ
file photo

વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થાએ ફરિયાદ કરી હતી કે, વીડિયોમાં ઘુવડને પાછળથી પકડી રંજાડતા હોય તેવું સ્પષ્ટ પણે જણાય છે. પોતાની પ્રસિદ્ધિ માટે વન્ય પ્રાણીઓને આ રીતે રંજાડી વીડિયો ઉતારી ફરતો કરાયો હતો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમો મુજબ ગુનો બનતો હોય આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. રાજકોટની વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વીડિયો ફરતા કર્યાના દિવસે જ મુખ્ય વન સંરક્ષકને યુવતીના ફોટાગ્રાફ તેમજ વીડિયો સહિતની ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી હતી.