ગુજરાત@ખૂનીખેલઃ પત્નીને છરીના ઘા મારી ક્રુર હત્યા, પતિનો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક સુરતના ભટારના આંબેડકર નગરમાં ખુની ખેલ ખેલાયો હતો. દારૂના નશામાં આવેલા પતિએ ચપ્પું વડે પત્નીને રહેસી નાખી હતી અને ત્યાર બાદ પોતાના ભાડાના ઘરમાં જઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરનો છે. પત્ની મોહિની વાનખેડે પોતાની બે
 
ગુજરાત@ખૂનીખેલઃ પત્નીને છરીના ઘા મારી ક્રુર હત્યા, પતિનો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ભટારના આંબેડકર નગરમાં ખુની ખેલ ખેલાયો હતો. દારૂના નશામાં આવેલા પતિએ ચપ્પું વડે પત્નીને રહેસી નાખી હતી અને ત્યાર બાદ પોતાના ભાડાના ઘરમાં જઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરનો છે. પત્ની મોહિની વાનખેડે પોતાની બે માસુમ નાની દિકરીઓ સાથે પિયરમાં રહેતી હતી. તેના પીયરમાં દિકરીઓ સાથે રહેવા આવવાનું કારણ એ હતું કે અવર નવર પતિ બાલુ વાનખેડે દારૂ પીને આવતો અને તેની સાથે ઝધડા અને મારજુડ કરતો હતો.કાલે ધુળેટીના દિવસે બાલુ દારૂના ચીકાર નસામાં પત્નીના પીયરમાં પહોચ્યો હતો અને બંન્ને બાળકીઓને પોતાની સાથે લઇ જવાની જીદ પકડી હતી. પરંતુ પત્નીએ ના પાડતા તેમની વચ્ચે ઝધડો થયો હતો. જેથી રોષે ભરાયેલા બાલુંએ પત્નીને ચપ્પુ વડે મોઢા તેમજ શરીરના અન્ય ભાગમાં ઇજાઓ પહોચાડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આસપાસના લોકોને ખબર પડી તો તાત્કાલીક મોહિનીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જયા મોહિનીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટનામાં પોલિસ હત્યારા પતિની શોધખોળ કરી રહી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે બાલુંએ પોતાના શરીરે ચપ્પુ વડે ઇજાઓ પહોચાડી નજીકમાં જ આવેલા પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ સમગ્ર ઘટનાને લઇને માસુમ એક ત્રણ વર્ષની અને એક એક વર્ષની દિકરી માતા પીતા વિહોણી થઇ ગઇ હતી. હાલમાં સમગ્ર ઘટના અંગે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.