ગુજરાત: તેજસ ટ્રેન મામલે વેસ્ટર્ન રેલ્વે યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન

અટલ સમાચાર,ડેસ્ક તેજસ ટ્રેન શરૂ થાય તે પહેલા જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ રેલ્વેના ખાનગીકરણને લઈને કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈને વેસ્ટર્ન રેલ્વે યુનિયને તેજસ ટ્રેનનો વિરોધ નોંધાવ્યો હતો. તેજસ એક્સપ્રેસના પ્રારંભ થવાની સાથોસાથ ઠેર ઠેર આ ટ્રેનનો વિરોધ પણ કરવામાં આવ્યો. અમદાવાદ, વડોદરા અને સુરતમાં વેસ્ટર્ન યુનિયનનાં કર્મચારીઓ દ્વારા રેલ્વેના
 
ગુજરાત: તેજસ ટ્રેન મામલે વેસ્ટર્ન રેલ્વે યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન

અટલ સમાચાર,ડેસ્ક

તેજસ ટ્રેન શરૂ થાય તે પહેલા જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ રેલ્વેના ખાનગીકરણને લઈને કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈને વેસ્ટર્ન રેલ્વે યુનિયને તેજસ ટ્રેનનો વિરોધ નોંધાવ્યો હતો. તેજસ એક્સપ્રેસના પ્રારંભ થવાની સાથોસાથ ઠેર ઠેર આ ટ્રેનનો વિરોધ પણ કરવામાં આવ્યો. અમદાવાદ, વડોદરા અને સુરતમાં વેસ્ટર્ન યુનિયનનાં કર્મચારીઓ દ્વારા રેલ્વેના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, વિરોધ કરતા કાર્યકરોની રેલ્વે અને સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. કર્મચારીઓએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કરીને રેલ્વેમાં થઈ રહેલા ખાનગીકરણનો સખતપણે વિરોધ દર્શાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, તેજસ ટ્રેન માટે અમદાવાદ આવતી અને જતી ટ્રેનોના સમયમાં 5થી 55 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 મેમૂ ટ્રેનનો સમય પણ બદલવામાં આવ્યો છે.

અમદાવાદમાં તેજસ ટ્રેન ને લીલી ઝંડી આપવાવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતમાં રેલ્વે કર્મચારી તેજસ ટ્રેનનો વિરોધ કર્યો હતો. જેને પગલે રેલ્વે સ્ટેશન પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલ્વેના ખાનગી કરણ સામે આ કર્મચારીઓ વિરોધ નોધાવી રહ્યા છે. આ ટ્રેન ને લઈને રેલ્વે કર્મચારીના સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. વિરોધ કરનારા 8 લોકોની પોલીસે અટકાયત કરી હતી.

તો સુરત ખાતે વેસ્ટર્ન યુનિયનનાં કર્મચારીઓ ની સાથે ઉત્તર ભારતીય સમાજ પણ આ તેજસ ટ્રેનનો ભારે વિરોધ કર્યો હતો. ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઉત્તર ભારત માટે ટ્રેનની માંગ કરવામાં આવી હતી. પરંતુ સુરતથી ઉત્તર ભારત તરફની ટ્રેનની માંગ નહીં સંતોષતા તેઓ પણ તેજસ ટ્રેનના વિરોધમાં સામીલ થયા હતા. વડોદરામાં પણ રેલ્વે સ્ટેશન ખાતે તેજસ ટ્રેનનો વિરોધ કરવામાં આવ્યો હતો. રેલ્વેના ખાનગીકરણના વિરોધમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા. જેના પગલે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે.