ગુજરાતઃ સ્મશાનમાંથી બે મહિનાની બાળકીનો મૃતદેહ ચોરાઈ જતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક સુરત લિંબાયતમાં રાવનગરમાં આવેલા મુક્તિધામ સ્મશાનમાં ત્રણ દિવસ પહેલા દફનાવાયેલી બે મહિનાની બાળકીનો મૃતદેહ ચોરાઈ ગયો હતો. પરિવાર દૂધ પીવડાવાની વિધિ કરવા પહોંચતા આખો મામલો સામે આવ્યો હતો. પરિવારે બાળકી દફનાવાયેલી જગ્યા પર કપડા બહાર જોઈને કબર ખોદાવતા બાળકીનો મૃતદેહ મળ્યો ન હતો. જોકે, સ્માશનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર
 
ગુજરાતઃ સ્મશાનમાંથી બે મહિનાની બાળકીનો મૃતદેહ ચોરાઈ જતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

સુરત લિંબાયતમાં રાવનગરમાં આવેલા મુક્તિધામ સ્મશાનમાં ત્રણ દિવસ પહેલા દફનાવાયેલી બે મહિનાની બાળકીનો મૃતદેહ ચોરાઈ ગયો હતો. પરિવાર દૂધ પીવડાવાની વિધિ કરવા પહોંચતા આખો મામલો સામે આવ્યો હતો. પરિવારે બાળકી દફનાવાયેલી જગ્યા પર કપડા બહાર જોઈને કબર ખોદાવતા બાળકીનો મૃતદેહ મળ્યો ન હતો. જોકે, સ્માશનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર ખેંચી ગયા હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત સોમવારે સાંજે તેની નાની બે મહિનાની પુત્રી તારાની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. જેથી પુત્રીના મૃતદેહ ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ સોમવારે જ રાત્રે લિંબાયતમાં આવેલી મુક્તિધામ સ્મશાનમાં તારાનો મૃતદેહ દફનાવાયો હતો. ગત રોજ પરિવાર તારાની મરણોતર દૂધ પીવડાવવાની વિધિ માંટે સ્મશાન પહોંચ્યા હતા. દરમિયાન તારાના શરીર પર મૂકેલા કપડા કબરમાંથી બહાર નીકળેલા મળી આવ્યા હતા.

દીકરીના મોતના પગલે શોકમાં ગરકાવ માતા-પિતાને દફનાવાયેલો દીકરીનો મૃતદેહ પણ ન વધુ શોકમાં ડૂબી ગયા છે. પરિવારે પુત્રીનો મૃતદેહ ન મળતા સ્મશાનમાં કામ કરતા લખન વર્માને મૃતદેહ શોધી આપવા માટે કહ્યું હતું. ત્યારબાદ એક કલાક સુધી શોધખોળ કરી હતી. જોકે, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હાલ પણ સ્મશાનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર ખેંચી ગયા હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.