ગુજરાત: આ શહેરમાં મહિલાએ ઓછી હાઇટને કારણે જીવન ટુંકાવતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં 22 વર્ષની મહિલાએ પોતાની ઓછી હાઈટને કારણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીતે ચકચાર મચી ગઈ હતી. જાત જાતની આર્યુવેદિક દવાઓ, ફાકીઓ, ચુરણ અને સખત ડાયેટિંગ કર્યા બાદ પણ ઉંચાઈ ન વધતા મહિલાએ આપઘાત કરી લીધો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતના સચીન GIDC વિસ્તારમાં રહેતી આફરીન નામની મહિલા
 
ગુજરાત: આ શહેરમાં મહિલાએ ઓછી હાઇટને કારણે જીવન ટુંકાવતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં 22 વર્ષની મહિલાએ પોતાની ઓછી હાઈટને કારણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીતે ચકચાર મચી ગઈ હતી. જાત જાતની આર્યુવેદિક દવાઓ, ફાકીઓ, ચુરણ અને સખત ડાયેટિંગ કર્યા બાદ પણ ઉંચાઈ ન વધતા મહિલાએ આપઘાત કરી લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સચીન GIDC વિસ્તારમાં રહેતી આફરીન નામની મહિલા છેલ્લા કેટલાય દિવસથી પોતાની ઉંચાઈને લઈને ચીંતીત હતી. તેણે પોતાનાજ ઘરની છતના પંખા ઉપર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેનો પતિ અનવર પોતાનો ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવે છે. આફરીને અનવરને બજારમાંથી ટોઈલેટ ક્લિનર લેવા મોકલ્યો હતો અને પોતે અંતિમ પગલુ ભર્યુ હતુ.

સમગ્ર મામલે મહિલાના અનવર અને તેના પરિવારે પોલીસને જણાવ્યું કે, આફરીન તેની હાઈટને લઈને ખુબ ચિંતિત રહેતી હતી. આફરીનની ઉંચાઈ લગભગ 3.9 ફૂટ હતી જ્યારે અનવરની ઉંચાઈ 5.4 ફૂટ છે. આફરીન વારે વારે પોતાને બટકી હોવાનું કહીને ચિંતા કર્યા કરતી હતી. તે પોતાની ઊંચાઈ વધારવા માટે માર્કેટમાં મળતા હાઈટ વધારવાના પાવડર લઈ આવી હતી પણ તેમ છતાં તેને કોઈ પરિણામ ન મળતા તેનું ડિપ્રેશન ઓર વધી જતુ. આફરીન એક પ્રખ્યાત બ્રાન્ડના અશ્વગંધા ચુરણની 3 બોટલ દવા તરીકે લઈ ચુકી હતી પરંતુ તેની ઉંચાઈ વધી ન હતી. તે વારેવારે કહેતી હતી કે, મારી હાઈટ કેમ નથી વધતી? તે આ માટે ચુસ્ત ચરી પાડતી તેમ છતાં તેની ઉંચાઈ નહોતી વધતી.