ગુજરાતઃ 20 લાખની યુવકે કરેલી દાણચોરીની યુક્તિ જોઇ ચોંકી જશો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક સુરત એરપોર્ટમાં જાણે હવે દાણચોરી પ્રખ્યાત બનતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બે દાણચોરીના કેસ સામે આવ્યા બાદ હજુ પણ સોનું પકડવાનો સીસાસીલો ચાલુ જ છે. મંગળવારે વધુ એક યુવાન દાણચોરીનું સોનું લઈને આવતો સુરત એરપોર્ટ પરથી ઝડપાયો છે. આ વખતે કસ્ટમ વિભાગએ યુવાનની સૂટકેસના કવરમાં વરખ
 
ગુજરાતઃ 20 લાખની યુવકે કરેલી દાણચોરીની યુક્તિ જોઇ ચોંકી જશો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

સુરત એરપોર્ટમાં જાણે હવે દાણચોરી પ્રખ્યાત બનતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બે દાણચોરીના કેસ સામે આવ્યા બાદ હજુ પણ સોનું પકડવાનો સીસાસીલો ચાલુ જ છે. મંગળવારે વધુ એક યુવાન દાણચોરીનું સોનું લઈને આવતો સુરત એરપોર્ટ પરથી ઝડપાયો છે. આ વખતે કસ્ટમ વિભાગએ યુવાનની સૂટકેસના કવરમાં વરખ સ્વરૂપે 500 ગ્રામ સોનું લઇને આવતો ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં થોડા સમય પહેલા સુરતથી શારજાહની ફ્લાઈટ શરુ થઈ છે. આ ફલાઇટ જાણે દાણ ચોરીનું સોનું લાવવા માટે શરુ કરવામાં આવી હોય તેવું લાગી રહી છે. કારણકે અઠવાડિયામાં એક વખત આ ફલાઇટમાં આવતા મુસાફરોમાંથી એકાદ યુવક દાણચોરીનું સોનું લાવતો હોય તેવા કિસ્સા સામે આવ્યા કરે છે.

સુરત એરપો‌ર્ટ ખાતે કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે ગણેશ નામનો શખ્સ સોનું લઇને આવે છે પણ અલગ તરકીબથી લાવાની હકીકત મળી હતી. જોકે ગણેશ શારજાહથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો હતો, જેણે સોનું સતાડ્યું હતું. જેથી મોડી રાત્રે ફ્લાઇટ આવતા જ બાતમીમાં વર્ણન આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ યુવકની અટક કરી તેની પાસેની સૂટકેસ કવરમાં વરખ સ્વરૂપે સંતાડેલા સોનાને ઝડપી પાડ્યું હતું. આ યુવક પાસેથી 500 ગ્રામ સોનું જેની કિંમત 20 લાખ થાય છે. દાણચોરીના સોનાને કસ્ટમ વિભાગે કબજે કરી આ યુવાનની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.