અમરેલીઃ વિરામ બાદ વરસાદ પડ્યો, રાજ્યમાં આ વિસ્તારમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 ટકા વરસાદ નોંધાયો છે. હાલમાં વરસાદી કોઈ સિસ્ટરમ સક્રિય નથી. ભેજવાળા વાતાવરણના પગલે તાપમાનમાં વધારો થઈઈ શકે છે.
 
વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી- દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ રાજુલા શહેરમાં અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારમે સમગ્ર શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદના કારણે ગણેશ મહોત્સવના આયોજકોની ચિંતા વધી છે.
 

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 24 કલાક દરમિયાન અનેક જગ્યાએ વરસાદની સંભાવના છે. ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા બનાસકાંઠા,પાટણ, મેહસાણા,દાદરાનગર હવેલી, દમણમાં સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 ટકા વરસાદ નોંધાયો છે. હાલમાં વરસાદી કોઈ સિસ્ટરમ સક્રિય નથી. ભેજવાળા વાતાવરણના પગલે તાપમાનમાં વધારો થઈઈ શકે છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે.  વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે. વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.