લોન@ગ્રાહકઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઘટાડ્યા વ્યાજ દર, તમે લીધેલી લોન પર થશે આટલો ફાયદો

અટલ સમાચાર.ડેસ્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને રાહત આપતાં 14મી વાર લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે નાની અવધિના MCLR દરો 0.05 ટકાથી 0.10 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરતા SBIનો દર ઘટીને 6.65 ટકા પર આવી ગયો છે. SBIનો દાવો છે કે હાલના સમયમાં તેના MCLR દરો દેશમાં સૌથી ઓછી છે. નવા
 
લોન@ગ્રાહકઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઘટાડ્યા વ્યાજ દર, તમે લીધેલી લોન પર થશે આટલો ફાયદો

અટલ સમાચાર.ડેસ્ક

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને રાહત આપતાં 14મી વાર લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે નાની અવધિના MCLR દરો 0.05 ટકાથી 0.10 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરતા SBIનો દર ઘટીને 6.65 ટકા પર આવી ગયો છે. SBIનો દાવો છે કે હાલના સમયમાં તેના MCLR દરો દેશમાં સૌથી ઓછી છે. નવા દરો 10 જુલાઈથી લાગુ થશે. અગાઉ જૂનમાં પણ SBIએ વ્યાજ દરો ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. 10 જૂને SBIના MCLR દરો 0.25 ટકા ઘટાડીને 7 ટકા પર આવી ગઈ હતી.

MCLR એ દર હોય છે જેનાથી નીચે બેન્ક લોન ન આપી શકે. હાઉસ લોનથી લઈને વ્હીકલ લોન સુધી આપના માટે બધું સસ્તું થઈ શકે છે. પરંતુ આ ફાયદો નવા ગ્રાહકોની સાથે માત્રએ ગ્રાહકોને મળશે જેઓએ એપ્રિલ 2016 બાદ લોન લીધી છે. કારણ કે આ પહેલા લોન આપવા માટે મિનિમમ રેટ બેઝ રેટ કહેવાતો હતો. એટલે કે તેનાથી ઓછા દર પર બેન્ક લોન આપી શકતી નહોતી.

1 જુલાઈથી રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ આધારીત લોન સસ્તી થઈ ચૂકી છે. SBI એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટના દરો પણ ઘટાડી ચૂકી છે. આ બંને દરોમાં પહેલી જુલાઈથી 0.40 ટકાનો કાપ લાગુ થયો છે. આ ઘટાડા બાદ વાર્ષિક EBR 7.05 ટકાથી ઘટાડીને 6.65 ટકા પર આવી ગયું છે. બીજી તરફ RLLR 6.65 ટકાથી ઘટાડીને 6.25 ટકા પર આવી ગયો છે. 30 વર્ષ માટે 25 લાખ રૂપિયાની લોન પર MCLR હેઠળ માસિક હપ્તો લગભગ 421 રૂપિયા ઘટી જશે. આવી જ રીતે EBR અને RLLR હેઠળ માસિક હપ્તો 660 રૂપિયા ઘટી  શકે છે.