બેનંબરી આવકમાં નારી પાછળ નથી: મહિલા PSI લાંચ લેતા ઝડપાઇ

અટલ સમાચાર, અમરેલી મુખ્યમંત્રીના નિવેદનને પગલે રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વધુ એક્ટિવ બન્યો છે. બેનંબરી નાણાં ભેગા કરવામાં નારી પાછળ નથી. એસીબીએ અમરેલી જિલ્લાના મહિલા પોલીસ અધિકારીને 27000ની લાંચ લેતા ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આવેલા વંડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. મુજબ ગુનો દાખલ કરાયેલો છે. જેમાં આરોપીને
 
બેનંબરી આવકમાં નારી પાછળ નથી: મહિલા PSI લાંચ લેતા ઝડપાઇ

અટલ સમાચાર, અમરેલી

મુખ્યમંત્રીના નિવેદનને પગલે રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વધુ એક્ટિવ બન્યો છે. બેનંબરી નાણાં ભેગા કરવામાં નારી પાછળ નથી. એસીબીએ અમરેલી જિલ્લાના મહિલા પોલીસ અધિકારીને 27000ની લાંચ લેતા ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આવેલા વંડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. મુજબ ગુનો દાખલ કરાયેલો છે. જેમાં આરોપીને અટક કર્યા બાદ રીમાંડમાંથી મુક્તિ, મુદામાલ કબજે નહિ લેવા તેમજ બીજી હેરાનગતી નહિ કરવા માટે જે તે વખતે રૂ.75,000ની ગેરકાયદેસર લાંચ અપાઈ હતી. આ પછી પણ કેસમાં મદદ કરવા અને ભવિષ્યમાં હેરાનગતિ નહિ કરવા માટે આરોપી પાસે પોલીસ અધિકારી લાંચની માંગણી કરતા રહ્યા હતા. જેથી આરોપી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.

વંડા પોલીસ સ્ટેશનના મહિલા PSI ચેતનાબેન મોહનભાઈ કણસાગરા વારંવાર ફોન કરી એરકંડિશનરની માંગણી કરતા હોવાથી એસીબીનો સંપર્ક કરાયો હતો. આથી સાવરકુંડલા પોલીસલાઇનના ક્વાર્ટર નં 12 ખાતે મહિલા PSI ચેતનાબેન મિતાશી કંપનીનું રૂ. 27000નુ એસી લાંચ સ્વરૂપે સ્વિકારતા પકડાઈ ગયા હતા.