અકસ્માતઃ ડમ્પરે બાઈક ચાલકને અડફેટે દંપતીનું ઘટનાસ્થળે જ મોત, બાળકનો આબાદ બચાવ
accident n

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં રોજ અનેક બનાવો અકસ્માતના સામે આવતા રહે છે. આ સાથે આવો જ એક બનાવ લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આણંદ: લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકે માતા પિતા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બંન્ને મૃતકોને પોસ્ટમાર્ટમ માટે ખાસેડાયા છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.


બીજા બનાવમાં દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રનું મોત, પિતાની હાલત ગંભીર
 હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. દાહોદ જેકોટ નજીક આ ઘટના બની હતી. જેકોટ હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. બાઇક પર સવાર પિતા પુત્રમાથી પુત્રનું મોત થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે. 108ની મદદથી પિતાને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.