આણંદઃ તબીબે સારવાર પહેલાં 42 હજાર રૂપિયાની માંગ કરી, પૈસા ના હોવાથી, મહિલાએ ખુલ્લામાં બાળકને જન્મ આપ્યો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


 આણંદના તારાપુરની મિરાણી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં બની છે. જેમાં એક શ્રમજીવી પરિવારની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપડતાં તેને અહીં લાવવામાં આવી હતી. પરંતુ આવા કટોકટીના સમયે સારવાર આપવાના બદલે સગર્ભા સાથે ડોક્ટર દ્વારા અમાનુષીય વર્તન કરવામાં આવ્યું હતું. રૂપિયા ના હોવાથી ડોક્ટરે હોસ્પિટલમાં પ્રવેશ સુદ્ધા આપ્યો નહોતો. જેથી કાતિલ ઠંડીમાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. અડધી રાતે કડકડતી ઠંડી વચ્ચે શ્રમજીવી પરિવાર પાસે પુરતા સાધનો પણ ન હોવાથી માતા-સંતાનની હાલત લથડતી હતી.
 

આખરે સ્થાનિક લોકોની મદદથી 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને માતા-બાળકને યોગ્ય સારવાર આપી સ્થાનિક CHC હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર જયંત જોશીયારાએ દર્દીની ગંભીર સ્થિતિ જોઈ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. મહત્વનું છે કે આ બાબતનો વિડીયો વાયરલ થયા બાદ ચરોતર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો છે. લોકોએ ડોક્ટર સામે ફિટકારની લાગણી વરસાવી હતી. આ ઉપરાંત કેટલાકે તો ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરી કડક પગલાં ભરવા સુધીની માગણી કરી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કાતિલ ઠંડીમાં પ્રસૂતા બાળકની નાળ સાથે કણસતી રહી હતી. છતાં રૂપિયાના મૂડી ડોક્ટરોએ પોતાનો ધર્મ નેવે મૂક્યો હતો. આ ઘટના વિશે 108ના કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે જ્યારે સર્ગભા મહિલાને અહીં લાવ્યા ત્યારે બાળકની સ્થિતિ ક્રિટિકલ હતી. તેમ છતાં હોસ્પિટલે દરવાજો ખોલ્યો ન હતો. અમે ખુબ જ કોશિશ કરી તેમ છતાં હોસ્પિટલે દરવાજો ખોલ્યો નહોતો. 

આ સમગ્ર ઘટનાનો વીડિયો અને ઓડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ડોકટર દ્વારા અમાનુષીય વર્તન કર્યો હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે. ગરીબ દર્દી પાસે સારવાર પહેલા 42 હજારની માંગ કર્યો હોવાનો ઓડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટર દ્વારા દવાખાનામાં પ્રવેશ ના મળતા મહિલાએ હોસ્પિટલની બહાર ઓટલા પર બાળકને જન્મ આપ્યો હતો. લાંબો સમય સુધી મહિલા બાળક સાથે અશોભનીય સ્થિતિમાં રહેવા મજબુર બની હોવાનો વાઇરલ ઓડિયોમાં આક્ષેપ થયો છે. ત્યારબાદ ગર્ભવતી મહિલા અને નવજાતના વ્હારે 108 મદદરૂપ બની હતી. આ ઘટના મીરાણી હોસ્પિટલમાં બની હોવાની માહિતી મળી છે. તારાપુરના ડોકટર સામે કડક કાર્યવાહી કરવા માટે વાઇરલ ઓડિયોમાં અપીલ કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે મહિલાએ ખુલ્લામાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ઠંડકભર્યા વાતાવરણને કારણે બાળક અને માતા બનેના જીવ સામે જોખમ ઉભું કરનાર ડોકટર સામે કાર્યવાહી થશે કે કેમ!!