આણંદઃ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ધારાસભ્યે માસ્ક વગર ડાયરામા હજારોની રૂપિયા ઉડાવ્યા

કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. અહીં પણ કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યે જ માસ્ક પહેર્યુ ન હતું તો લોકોનું તો શું કહેવું.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આરોગ્ય મંત્રી જાહેર મેળવડામાં લોકોને ન જવા સતત ટકોર કરી રહ્યા છે. તો બીજી બાજુ કલાકારો ડાયરા કરવાનું ચુકતા નથી. આણંદના કલમસરમા કિર્તિદાનના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. હદ તો ત્યારે થઇ જ્યારે ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જે ચિંતા ઉપજાવનારો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આણંદના કલમસરમાં કિર્તીદાન ગઢવીના એક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા. અહીં આશ્ચર્યની વાત એ છે કે, કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. અહીં પણ કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યે જ માસ્ક પહેર્યુ ન હતું તો લોકોનું તો શું કહેવું. કાર્યક્રમમાં ખીચોખીચ માણસો બેઠેલા હતા ન તો કોઇ સોશિયલ ડિસટન્સ હતુ ન તો બધાએ માસ્ક પહેર્યું હતુ. જાણે રાજ્યમાંથી કોરોના જતો રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. આટલી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થાય અને કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય પરંતુ આ બધી જ વાતોથી પોલીસ એકદમ અજાણ હોય તેમ આ કાર્યક્રમ માટે કોઇ જ તકેદારીના પગલા લીધા ન હતા.


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવીએ લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ - ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહમાં આવી ગયા હતા અને ડોલર ઉડાવ્યા હતા.