નિર્ણય@પાટણ: રાધનપુર-સાંતલપુરની નર્મદા કેનાલોની મરામત માટે રાજ્ય સરકારે ફાળવ્યાં 139 કરોડ

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની રજૂઆત રંગ લાવી છે. વિગતો મુજબ રાધનપુર-સાંતલપુર પસાર થતી તમામ કેનાલોની મરામતની ગ્રાન્ટ માટે ધારાસભ્યએ રજૂઆત કરી હતી. જેને લઈ હવે નર્મદા નિગમ બોર્ડ ઓફ ડીરેકટરની બેઠકમાં કેનાલોની આધુનિક અને ખાસ મરામત માટે 139.75 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે.

પાટણ જિલ્લાનાં રાધનપુર અને સાંતલપુર બન્ને તાલુકામા પસાર થતી કેનાલોનું કામ જે તે સમયે અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલી ભગતને કારણે બોગસ થયું હતું. જે બાબતે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ધ્યાને આવી હતી. જેને લઈ તેમણે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પસાર થતી તમામ કેનાલોના આધુનિક અને ખાસ મરામત માટે રાજય સરકાર પાસે ગ્રાન્ટની લેખિત રજુઆત કરીને માંગણી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રજુઆતને પગલે રાજય સરકાર હકારાત્મક થતા સરદાર જેમ સરોવર નર્મદા નિગમની રાધનપુર બે વર્તુળ કચેરીના હસ્તકમાં આવતી તમામ કેનાલોની મરામત માટે 139.75 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે. આ બાબતે રાધનપુર નર્મદા ઓફીસના એકઝીકયુટીવ એન્જીનીયર એ.આર.પરમારે જણાવ્યું હતું કે, કેનાલોને 10 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોઈ બે માસ બાદ ટેન્ડરિંગ કર્યુ હોઈ ત્યારબાદ કામ શરૂ કરાશે.