સરસ્વતી: 11 કેવી હેવી ઈલેક્ટ્રીકલ લાઈનમાં શોટ સર્કીટ થતાં 4 વીઘાનો પાક સળગી ગયો

આગ લાગવાનો બનાવ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાછલવા ગામની સીમના ખેતરમાં બનવા પામ્યો છે.જેમાં ખેડૂતનો 4 વીઘા મકાઈનો પાક બળીને ખાખ થવા પામ્યો હતો.
 
patan 3

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત આગ લાગવાના અલગ-અલગ બનાવો બનતા હોય છે. ત્યારે ગઇકાલે શુક્રવારના રોજ વધુ એક આગ લાગવાનો બનાવ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાછલવા ગામની સીમના ખેતરમાં બનવા પામ્યો છે.જેમાં ખેડૂતનો 4 વીઘા મકાઈનો પાક બળીને ખાખ થવા પામ્યો હતો.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સૂત્રો અનુસાર સરસ્વતી તાલુકાના વાછલવા ગામની સીમમાં આવેલા ખેતરમાં ચાર વીઘા મકાઈના વાવેતરમાં 11 કેવી હેવી ઈલેક્ટ્રીકલ લાઈનમાં શોટ સર્કીટ થતાં ખેતરમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના બનાવને પગલે ખેતરમાં વાવેતર કરાયેલો મકાઈનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેને લઈ ખેડૂતને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતને વળતર મળે તે માટે વાછલવા ગ્રામ પંચાયત દ્ધારા કમગીરી હાથ ધરવામાં આવી છે.