કાર્યવાહી@પાટણઃ બીજાની ડિગ્રીએ ડોક્ટર બનીને ફરજ બજાવનાર યોગેશ પટેલ સામે આખરે ફરિયાદ નોંધાઇ

અટલ સમાચાર, ડોટ કોમ
પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડૉકટર યોગેશ પટેલ બીજાના એમ.બી.બી.એસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુજરાત મેડીકલ કાઉન્સિલે આરોગ્ય વિભાગને આપેલા જવાબમાં ભાંડો ફૂટ્યો હતો. વધુમાં એમબીબીએસ ડૉકટર તરીકે તેમને રજૂ કરેલું સર્ટી પણ ખોટું નીકળ્યું હતું.
પાટણમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોઢ વર્ષથી આઇસીયુ અને હોસ્પિટલ ચલાવતા ડૉ. યોગેશ પટેલની એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને તેમના નામની વિસંગતતા સામે આવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરતા તે હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોગ્ય વિભાગે જેની તપાસ કરતા યોગેશ પટેલ બીજાના એમબીબીએસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યું હતું. જેની સામે પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
કાઉન્સિલ દ્વારા જવાબ રૂપે સોમવારે જિલ્લા આરોગ્ય વિભાગને પત્ર સાથે વિગતો મોકલી આપવામાં આવી હતી. જેમાં દર્શાવવામાં આવ્યુ હતું કે, રજિસ્ટ્રેશન નંબરની ચકાસણી કરતા યોગેશ પટેલ દ્વારા એમ.બી.બી.એસની જે ડિગ્રી રજિસ્ટ્રેશન નંબર G-18505 આપવામાં આવ્યો છે. તે ડિગ્રી તેમનાં નામની નથી તે ડિગ્રી સંઘવી આશેષ હર્ષદભાઈના નામની ગુજરાત યુનિવર્સિટી 1990માં મેળવેલી છે. તેમજ તેમનાં નામે મેડીકલ કાઉન્સિલમાં કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલું નથી. તેમજ તેમને દર્શાવેલ મેડિકલ કાઉન્સિલ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર આજ દિન સુધી કોઈ પણ તબીબને ઇસ્યુ કરવામા આવ્યું નથી. જેથી સર્ટી બનાવટી ઉપજાવી કાઢેલા હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી આ અંગે હવે તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્પેશ કુમારે ફરિયાદ નોંધાવી છે.