પાટણઃ ક્ષત્રિય ઠાકોર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો, 72 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા
લગન

અટલ સમાચાર, ડોટ કોમ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનો પહેલો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સિદ્ધપુર હાઇવે ઉપર સિદ્ધાર્થ હોટલની સામે તાવડીયા ચોકડી નજીક વિશાળ મેદાનમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ઠાકોર સમાજના 72 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સમૂહલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સંત દાસબાપુ ટોટાણા, સંત દોલતરામ મહારાજ, જાનકીદાસ બાપુ અને કનકેશ્વરી દેવી ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નના ભોજનનો તમામ ખર્ચ સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આપ્યો હતો. અન્ય આગ્રણીઓએ પણ નવદંપતીઓને ભેટ સોગાદો આપી હતી.

આ પ્રસંગે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, ગાંધીનગરથી સી.જે. ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી સહીત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.