મોટી દુર્ઘટના ટળીઃ રાધનપુર નેશનલ હાઇવે પર બસ રોડ રોલર સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત, અનેક લોકો ઘાયલ થયા

પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે 27 ઉપર વારાહી રાધનપુર વચ્ચે પીંપળીના પાટીયા નજીક ભુજ તરફથી આવી રહેલી એસ.ટી.બસ રોડનું સમારકામ કરી રહેલા રોલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
 
nn

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત ભરમાં અકસ્માતના બનાવો રોજ સામે આવતા હોય છે. આ સાથે આજ રોજ પાટણ જિલ્લાની રણકાંધીએથી પસાર થતા નેશનલ હાઇવે માર્ગો પર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ યથાવત રહેવા પામી છે. ત્યારે આજે બપોરના સમયે રાધનપુર નેશનલ હાઇવે માર્ગ પર એસ.ટી.બસ રોડ રોલર સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બસમાં 21 વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતાં. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા, ઇજાગ્રસ્ત  પરિવારના લોકો હોસપિટલ દોડી ગયા હતા. જોકો સદ્દ નસિબે જાનહાનિ ટળતાં રાહત અનુંભવી હતી.

  અટલ સમાચારને દૈનિક તમારા  મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે 27 ઉપર વારાહી રાધનપુર વચ્ચે પીંપળીના પાટીયા નજીક ભુજ તરફથી આવી રહેલી એસ.ટી.બસ રોડનું સમારકામ કરી રહેલા રોલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં એસ.ટી.બસમાં સવાર 21 મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.