પાટણઃ કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી, ચાલકનો આબાદ બચાવ
કાર

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ શહેરના રશિયન નગર નજીક ગતરાત્રિએ એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઉનાળામાં વાહનોમાં આગના બનાવોમાં વધારો થયો છે. પાટણ શહેરના રશિયન નગર પાસે ગતરાત્રિએ એક કારમાં આગ ફાટી નીકળી હતી. જો કે, કારનો ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના પગલે પહોંચેલી ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.