દુર્ઘટના@પાટણઃ બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થઇ, 1 મહિલાનું મોત, 2ની હાલત ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ ખાતે ટ્રાય એગલ કોમર્શિયલ શોપિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વિભાગમાં બની રહેલ દિવાલની નીચે ત્રણ મહિલા મજૂરો બેઠી હતી. તે દરમિયાન દિવાલ ધરાશાયી થતાં મહિલા મજૂરો ઘડાતા એક મહિલાનું મોત અને અન્ય બે મહિલાઓ ગંભીર હાલત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાના પગલે મજૂરોના પરિવારમાં શોકની લાગણી સાથે આક્રોશ જોવા મળ્યો હતો.
પાટણ શહેરના હાંસાપુર લિંક રોડ ઉપર રોટલીયા હનુમાન મંદિર સામે બની રહેલા ટ્રય એગલ કોમ્પલેક્ષમાં મંગળવારે બપોરના સમયે ત્રણ મહિલાઓ અંડરગ્રાઉન્ડ બાંધકામ થઇ રહેલી જગ્યાઓ ઉપર પાણી પીને આરામ કરી રહી હતી. તે દરમિયાન બાજુમાં ઉભી કરેલી 10 ફૂટની સિમેન્ટ અને ઇટની દિવાલ ધરાસાઈ થતાં નીચે બેઠેલી ત્રણ હિલાઓ કાટમાળમાં દટાઈ ગઈ હતી. ઘટનાના પગલે કામ કરી રહેલા અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને દીવાલનો કાટમાળ ખસેડી તેમણે મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. જેમાં દાહોદની 42 વર્ષના વનીતાબેન બુહા નામની મહિલા મજૂરની ગંભીર હાલત થતાં તેનું મોત થવા પામ્યું હતું.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
સુત્રોએ જણાવ્યું હતુ કે, આ ઉપરાંત સાથે રહેલ અન્ય બે મહિલા મજૂરોને પણ ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે તારપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારે ઘટનાના પગલે ત્રણ મહિલાના પરિવારો બાંધકામ સ્થળ પર દોડી આવ્યા હતા અને બિલ્ડર સામે ઘટના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ મામલે હાલમાં સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોય કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ઇજાગ્રસ્ત સુશીલા બેન માથાના અને કમરના ભાગે ઇજાઓ થતા હાસમાં જનતા હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે.