સાંતલપુરઃ મંદિરે દર્શન કરી પરત આવતા યુવકની આંખમાં લાલ મરચું નાંખી, 1.49 લાખની ચેઇન લઇ ઇસમો ફરાર

દર્શનાર્થી તેમની પાછળ પડતાં લૂંટારુંઓએ તેમને ધમકી આપી હતી કે, અમારી પાછળ આવતો નહિં, નહિતર અમે તને છરી મારીને મારી નાંખીશું. આ અંગે હવે ફરિયાદ નોંધાઇ છે.
 
સાતલપુર

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં રોજ અનેક જગ્યાએ લૂટના બનાવો સામે આવતા રહે છે. આ સાથે આવો બનાવ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં પીપરાળા ગામથી આશરે ત્રણેક કિ.મી. દૂર ગોગા મહારાજનાં મંદિર આગળ મુખ્ય દરવાજા આગળ 38 દિવસ  પહેલા સાંજનાં સુમારે દર્શન કરીને બહાર નિકળતાં એક દર્શનાર્થીને એક અજાણ્યા અને મોઢે રૂમાલ બાંધેલા શબ્સે દર્શનાર્થીની આંખમાં લાલ મરચાની ભૂકી નાંખીને તેને બાથ ભીડી હતી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ દર્શનાર્થીને પકડી રાખ્યો હતો અને ફરીથી તેમની આંખો ઉપર લાલ મરચાની ભૂકી લગાવી તેમનાં ગળામાં પહેરેલી તેમની સવા બે તોલાની ચેઇન તથા ચેનમાં પરોવેલું ગોગા મહારાજનું પેન્ડલ જેની કિં.રૂા. 1 લાખ 49 હજાર 670ની હતી. તે તથા તેમનાં ખીસામાં રહેલો મોબાઇલ અને તેમનાં બાઇકની ચાવી લઈ ગયા હતા ને લૂંટારુઓએ મોબાઇલ રસ્તામાં નાંખી દીધો હતો. દર્શનાર્થી તેમની પાછળ પડતાં લૂંટારુંઓએ તેમને ધમકી આપી હતી કે, અમારી પાછળ આવતો નહિં, નહિતર અમે તને છરી મારીને મારી નાંખીશું. આ અંગે હવે ફરિયાદ નોંધાઇ છે.
  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો


સાંતલપુરનાં પીંપરાળા ગામે રહેતા પ્રકાશભાઈ બાલાશંકર જોશી તા. 20-6-2022નાં રોજ સાંજે બાઈક ઉપર નારિયેળ ખરીદીને ગોગા મહારાજ મંદિરેથી દર્શન કરી બહાર નિકળતા હતા. ત્યારે તેઓએ તેમની પર હુમલો કરી તેમની પાસેથી રૂા. 1 લાખ 49 હજાર 670ની મતાની ચેન લૂંટી લીધી હતી. સદનસીબે તેઓ બાઈકને લઇ ગયા નહોતા. બાઇક મંદિરની બહાર જ પડ્યું હતું. તેઓએ બાઇકને ખેંચીને જતા હતા ત્યારે ગામનાં એક મિત્રનાં બાઇકની ચાવી લઈને ઘેર ગયા હતાં અને બાદમાં ગામ લોકો સાથે બનાવનાં સ્થળે જઇને તપાસ કરી હતી. પરંતુ તેમની બાકઇની ચાવી મળી નહોતી. આ બનાવ અંગે ફરિયાદ મોડી નોંધાવવાનું કારણ એવું આપ્યું હતું કે, લૂંટાયેલું પેન્ડલ સાથેની ચેન કદાચ મળી જાય તેવી તેમને આશા હતી. પરંતુ તે નહીં મળતાં અને આવી બીજી ઘટના ન બને તે માટે તેમને ફરિયાદ નોંધાવી હતી.