કાર્યવાહી@રાધનપુર: GIDCમાં અચાનક ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ત્રાટકી, તેલની 3 પેઢીમાંથી સેમ્પલ લેવાયા, ભેળસેળિયાઓમાં ફફડાટ

 
Radhanpur

અટલ સમાચાર, પાટણ 

પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અચાનક એક્શનમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આજે રાધનપુર જીઆઇડીસીમાં પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક દરોડા પાડયા હતાં.પ્રાથમિક વિગતો મુજબ જુદી જુદી ત્રણ પેઢીઓ ઉપર દરોડા પડી જરૂરી સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરાઇ છે. 

Radhanpur 1

પાટણ જિલ્લાના રાધનપુરની જીઆઇડીસીમાં આજે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અચાનક દરોડા પાડયા હતા. જેમાં જીઆઈડીસીમાં માધવ એન્ટરપ્રાઇઝ, આહીર ટ્રેડિંગ અને દેવી કૃપા પ્રોટીન નામની પેઢીઓમાં દરોડા પડ્યા છે. જ્યાં અલગ અલગ જગ્યાએથી જરૂરી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલ્યા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ સેફ્ટી અધિકારી એમ એમ પટેલ અને યુ એસ રાવલ સહિતની ટીમે આ કાર્યવાહી કરી છે. જોકે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અચાનક કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.