પાટણઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી દસ દિવસ રાણકી વાવને જોવા વિનામૂલ્યે પ્રવેશ મળશે
વાવ

અટલ સમાચાર, ડેસ્ક


આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ભારતીય પુરાતતૃ સર્વેક્ષણ દ્વારા દેશના પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આ મહત્વની જાહેરાત કરાતા લોકોએ આનંદની લાગણી અનુભવી છે.  પાટણ ખાતેની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જોવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી દસ દિવસ વિનામૂલ્યે પ્રવેશનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે બપોરના 2 વાગ્યા સુધી 400થી વધુ લોકોએ વિશ્વ વિરાસત રાણકી વાવ નિહાળી હતી.

આમ તો ચાલુ દિવસો દરમિયાન વિશ્વ વિરાસત રાણકીવાવ જોવા માટેની ટિકિટનો દર ભારતીય પ્રવાસીઓ માટે રૂપિયા 40 અને વિદેશી મુલાકાતીઓ માટે રૂ. 600 પ્રવેશ ટીકીટ રાખવામાં આવેલ છે, પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા 10 દિવસ માટે મફત પ્રવેશ આપવાની જાહેરાત કરાઇ છે.જેને લઈ આજે વિશ્વ વિરાસત રાણકી વાવ માં આજે પ્રવાસીઓ નો ઘસારો વધ્યો હતો અને બપોર સુધીમાં 400થી વધુ લોકો રાણકી વાવ નિહાળી હતી.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
સમગ્ર દેશ આઝાદીના 75માં અમૃત મહોત્સવ પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ યાદગાર વર્ષને અનુલક્ષીને ભારત સરકારના આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા દેશના તમામ સુરક્ષિત સ્મારકો અને સ્થળો ખાતે તારીખ 5થી 15 ઓગસ્ટ 2022 સુધી વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે, તે અંતર્ગત પાટણ ખાતેની વિશ્વ વિરાસત રાણીનીવાવ જોવા માટે પણ તારીખ આજ થી 15 ઓગસ્ટના એમ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓએ કોઈપણ પ્રકારની પ્રવેશ ફી ભરવાની રહેશે નહીં કે ટીકીટના પૈસા ખર્ચવા પડશે નહી.