ગર્વ@પાટણઃ એશિયાનો સૌથી પ્રાચીન 145માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો

અટલ સમાચાર, ડોટ કોમ
આજે ગણેશ ચતુર્થી એટલે આખા દેશમાં લોકો ગણેશજીની સ્થાપના વિધિમાં જોડાઇ જાય છે. સૌપ્રથમ ગણેશ મહોત્સવની શરૂઆત આજથી 145 વર્ષ પૂર્વે ઐતિહાસિક પાટનગરી ખાતે તેનો પ્રારંભ થયો હતો જે પરંપરા આજે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અકબંધ રાખવામાં આવી છે આજે એશિયાનો સૌથી પ્રાચીન 145માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ગણેશવાડીમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અનંત ચતુર્થી સુધી ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાશે આજે ચતુર્થીના દિવસે અને ઉત્સવના પ્રારંભે મહારાષ્ટ્ર પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો ગણેશજીની મૂર્તિ લેવા ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના રાજુભાઇ દેવધર નિવાસસ્થાનેથી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી.
પાટણમાંથી શરૂ થયેલા આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાઈ રહ્યો છે. જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખુબજ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ગજાનંન મંડળીના અધ્યક્ષ સુરેશભાઈ દેશમુખ જણાવ્યું હતું કે, આ મહોત્સવનુ વિશેષ મહત્વ એ છે કે, વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. જે એક જ કદ અને એક આકારની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં ઉપયોગમાં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે.