પાટણઃ મોઘજી ચૌધરીના પુત્ર પર લગાવેલી 307 કલમ દૂર નહિ થાય તો ધરણા પર બેસવાની ચીમકી- વિપુલ ચૌધરી

એક અઠવાડિયામાં આરોપીઓની ધરપકડ નહીં થાય અને પોલીસ સાચી તપાસ કરી 307ની કલમ દૂર નહીં થાય તો કલેકટર કચેરી બહાર ધરણા કરવાની ચીમકી આપી હતી.
 
patann

અટલ સમાચાર, ડેસ્ક


મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ પાસે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો. જેમાં તેમના પુત્ર અને ભાણાને ઇજાઓ થઇ હતી. આ હોબાળામાં મોઘજી ચૌધરીના પુત્રએએ સ્વ બચાવ માટે હવામાં મારેલી ગોળી ડેરીના સિક્યુરિટી ગાર્ડને વાગી હતી. આ મામલે વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ મોઘજી ચૌધરીના પુત્ર પર લાગેલી 307 કલમ હટાવવા આજે પાટણ માં સભા કરી નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
વિપુલ ચૌધરી પોતાની અર્બુદા સેના અને સાગર દૂધ સૈનિકઓ સાથે આજે મોઘજી ચૌધરીના પુત્ર પર લગાવેલી 307 કલમ દુર કરવા અને મોઘજી ચૌધરી પર હુમલો કરનાર આરોપીઓને ઝડપી યોગ્ય ન્યાય આપવા સિંધવાઈ મંદિર ખાતે સભા યોજાઈ હતી. બાદમાં ત્યાંથી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જો એક અઠવાડિયામાં આરોપીઓની ધરપકડ નહીં થાય અને પોલીસ સાચી તપાસ કરી 307ની કલમ દૂર નહીં થાય તો કલેકટર કચેરી બહાર ધરણા કરવાની ચીમકી આપી હતી.

વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડેરીની સામાન્ય સભામાં મોઘજીભાઈ અશોક ચૌધરીની વહીવટની પોલ ખોલવાના હતા. જેથી પૂર્વ આયોજન રૂપે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના શાસનમાં ગુજરાતના દૂધ ઉત્પાદન દૂધ ઉત્પાદકોને 100 રૂપિયાનો ઓછો ભાવ આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક અઠવાડિયામાં આરોપીઓની ધરપકડ નહીં થાય અને પોલીસ સાચી તપાસ કરી 307ની કલમ દૂર નહીં થાય તો કલેકટર કચેરી બહાર ધરણા કારવાની ચીમકી આપી હતી.

આશા ઠાકોરે જણાવ્યું હતું કે, આ હુમલો એ ઓગતરું આયોજન કરી કરાયો છે. ડેરીના કેમેરા પણ બંધ હાલતમાં હતા. જેથી લાગી રહ્યું છે કે, આ એક આગોતરું આયોજન કરી હુમલો કરાયો હતો.307 કલમ દૂર કારવા અહિંસક રીતે સામનો કરતા રહીશું. પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ જણાવ્યું હતું કે, કોઈનાથી ડરવાની જરૂર નથી. ભાજપ રેલી કાઢે તો પોલીસ પરમિશન આપે છે. તો શા માટે આપડે પરમિશ લેવી. હવે હું તમને જાહેરમાં કહું છું કે, તમારે પોલીસ જોડે કે મામલતદાર જોડે પરમિશન માંગવાની. જો ના આપે તો જાહેરમાં કાર્યક્રમ કરવાનો. હું તમારી સાથે રહીશ. પોલીસથી ડરવાની જરૂર નથી.