સાંતલપુરઃ કાળઝાળ ગરમી વચ્ચે કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ
આવામાં ટેન્કરની મદદ લેવી પડી રહી છે. પાણીનું ટેન્કર લાવવા માટે પણ 700 રૂપિયા ખર્ચ કરવો પડે છે, જે હવે પોષાય તેમ નથી.

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લો આમ તો ખેતી તેમજ પશુપાલન પર આધારિત જિલ્લો છે. જો જિલ્લાની વાત કરીએ તો જગતના તાત પર છેલ્લા ચાર ચાર વર્ષથી ખેડૂતો કુદરતી આફતોનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી પાડવાની શરૂઆત થતા અને તેમા પણ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીની સમસ્યા વિકટ બની છે. ખાસ કરીને જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંતલપુર તાલુકાના માધવપુર ગામે બે ચાર દિવસે એક વાર પાણી આવે છે. જેથી લોકોને પાણી લેવા ક્યા જવુ તે પ્રશ્ન ઉભો થયો છે. પાણીની અછતને લઈને દૂર દૂર ખેતરો ખુંદીને પાણી લાવવાની ફરજ પડી રહી છે. માણસ માટે પૂરતું પાણી નથી, તો પશુઓની હાલત તો તેના કરતા પણ વધુ કફોડી બની રહી છે. આવામાં ટેન્કરની મદદ લેવી પડી રહી છે. પાણીનું ટેન્કર લાવવા માટે પણ 700 રૂપિયા ખર્ચ કરવો પડે છે, જે હવે પોષાય તેમ નથી.
પાટણના સાંતલપુર તાલુકા કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પોકાર ઉઠી છે. તાલુકામાંથી પસાર થતી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તળાવો સૂકાભઠ્ઠ બની ગયા છે. તો કુવાઓ તેમજ સંપમાં પણ પાણી નથી. કેટલા વિસ્તારોમાં લોકો તળાવનું ગંદુ પાણી પીવા પણ મજબૂર બન્યા છે, તો કેટલાક ગામોમાં બે-ચાર દિવસે એક વાર પાણી આપવામાં આવે છે. આ કારણે હવે સ્થાનિક લોકોની હાલત કફોડી બની રહી છે. પાણી લેવા હવે ક્યા જવુ તે તેમને સમજાતુ નથી.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
માધવપુરા ગામમાં પીવાના પાણીની ભારે બૂમો ઉઠી છે. ગામ નજીક પાણીનો સંપ તો છે, પણ તેમાં બે-ચાર દિવસે પાણી આવે તો આવે છે. અને પાણી ન આવે તો આસપાસના મોટા ગામોમાં જવું પડે. અથવા તો ખેતરો ખૂંદવા પડી રહ્યાં છે. પાણી વગર પશુઓઓની હાલત પણ દયનિય બનવા પામી છે. ત્યારે આ વિસ્તારમાં નર્મદાની કેનાલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. જેના થકી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
ગામ માં પાણી નો સંપ તો છે પણ તેમા નિયમિત અને પૂરતા પ્રમાણ માં પાણી આવતું નથી જેને લઇ ગામ ના લોકો ને પાણી ની સમસ્યા સામે ઝઝૂમિ રહ્યા છે તો પાણીની અનિયમિતા ને લઇ વામ ની મહિલાઓ ને કલાકો સુધી સંપ પર બેસી રહેવું પડે છે તેમા પણ પાણી આવેતો મળે નહિ તો ખાલી બેડે પરત ફરવું પડે છે માધવ પૂર ગામ ની આસપાસ નાના ગામડી પણ આવેલ છે ત્યાં પણ પાણી ની વિકટ સમસ્યા છે ત્યારે આ અંતરિયાલ વિસ્તારો માં નિયમિત અને પૂરતા પ્રમાણ માં પાણી કયારે મળે છે તે તો જોવાનું રહ્યું.