પાટણઃ વેપારીના પત્નીના બેંક અકાઉન્ટમાંથી ઇસમે ક્રેડિટ કાર્ડ મેળવી રૂા. 3.14 લાખની છેંતરપિંડી કરી

છેલ્લે હાલમાં અન્ય સીમકાંડ તેઓ ઉપયોગ કરી રહ્યા છે. તેની પત્નીનો બદલાયેલા મોબાઈલ નંબરની તેઓએ બેંકને કોઈ જાણ કરી ન હોતી કે મોબાઇલ નંબર અપડેટ કરાવ્યો નહોતો.
 
-fraud2

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ શહેરના વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી કોઈ શખ્સે રૂ. 3.14 લાખની ખરીદી કરી ઓનલાઈન ઠગાઈ આચારી હતું. તેમનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું હતું. આ અંગે તેમને બેન્કમાંથી નોટિસ મળતા જાણ થઈ હતી. આ બનાવ અંગે તેમણે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
આ અંગે મળતી માહિતી મુજબ 

પાટણ શહેરના બગવાડા દરવાજા આવેલી જલિયાણા જવેલર્સનો ધંધો કરતા પરેશભાઈ રામજીભાઈ ઠક્કરે તેમની પત્નીના નામે આજથી 14 વર્ષ પૂર્વે પાટણની બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. તે વખતે આ બેંક એકાઉન્ટનો ઉપયોગ તેમનાં પત્ની કરતા હતા. એકાઉન્ટ સાથે પરેશભાઈએ પોતાનો ફોન નંબર રજિસ્ટર કરાવ્યો હતો. આ પછી તેઓએ બે વર્ષ પછી આ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમની પત્નીને બીજુ સીમ કાર્ડ લાવી આપ્યું હતું. તે પછી પણ પરેશભાઇની પત્નીનો મોબાઈલ નંબર બદલ્યો હતો. છેલ્લે હાલમાં અન્ય સીમકાંડ તેઓ ઉપયોગ કરી રહ્યા છે. તેની પત્નીનો બદલાયેલા મોબાઈલ નંબરની તેઓએ બેંકને કોઈ જાણ કરી ન હોતી કે મોબાઇલ નંબર અપડેટ કરાવ્યો નહોતો.


આજથી આશરે ચારેક મહિના પહેલા એટલે કે, તા. 4-4-2022ના રોજ બેંક તરફથી પરેશભાઇનાં ઘરે એક નોટિસ આવી હતી અને તેમની જાણ કરેલી કે તેમની પત્નીના નામે ચાલતા ઉપરોક્ત બેંક એકાઉન્ટમાં ઇસ્યુ થયેલા ક્રેડીટકાર્ડની બાકી બીલની રકમ રૂા. 3,13,885, ભરી દેવા જણાવતાં પરેશભાઈએ બેંકવાળાઓને જણાવ્યું કે, અમોએ કોઈ ક્રેડીટકાર્ડ લીધું નથી, જેથી બેંકવાળાઓએ કહ્યું કે, ક્રેડીટ કાર્ડ તમોએ જ લીધેલ છે. તમારે જ પૈસા ભરવા પડશે. અમારી પાસે તેની ડિટેઈલ છે