પાટણઃ ભર બજારમાં મામાના છોકરો છરી વડે હુમલો કરી હત્યા કરી, પરિવારમાં માતમ છવાયો

શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી.
 
પાટણ

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું.
 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી.

સુત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક પ્રકાશ બે સંતાનોનો પિતા હતો. જેનો પુત્ર ધોરણ 6માં અને પુત્રી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ માસુમ બાળકોને હજુ એ પણ ખબર નથી કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.