રાધનપુરઃ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેરમાં રેલી યોજાઇ

અટલ સમાચાર, ડોટ કોમ
આજ રોજ 7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રાધનપુરની સરસ્વતી સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. અત્રેના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રેખાબેન એ. ચૌધરી તથા માર્ગદર્શક શ્રી અજયકુમાર દરજી સાહેબના સુચન હેઠળ આ રેલી સંસ્થાના પ્રાંગણમાંથી સવારે 9:૦૦ કલાકે પ્રસ્થાન કરી ભાભર ત્રણ રસ્તા, આસ્થા હોસ્પિટલ ત્યાંથી તાલુકા હેલ્થ ઓફિસ પહોંચી હતી. ત્યાર બાદ શહેરના મધ્યભાગથી પસાર થઇ સિવિલ હોસ્પિટલ રાધનપુર ખાતે આવી હતી સમગ્ર શહેરને બેનર તથા સુત્રોચાર દ્વારા આરોગ્યનું માર્ગદર્શન તથા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપી પરત ફરી હતી.
રેલીમાં આર્યપુંજ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સ રાધનપુરના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. માર્ગદર્શક શ્રી અજયકુમાર દરજી સાહેબે આ પ્રસંગે પરમીશન આપવા બદલ માનનીય જનકબેન મહેતા, મામલતદારશ્રી રાધનપુર તથા માનનીય એસ. એફ. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુરનો આભાર વ્યક્ત કર્યો હતો.