બ્રેકિંગ@પાટણ: પોલીસ જીપ અને ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માત, PSIનું ઘટના સ્થળે જ કરુણ મોત

 
Patan accident

અટલ સમાચાર, પાટણ 

પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસ જીપ વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના પીએસઆઈ કે. એફ વસાવાનું નિધન થયું છે. આ સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આ દુર્ઘટનામાં અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  

પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ટ્રકે પોલીસની જીપને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આ દુર્ઘટનામાં અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ જ રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જેથી આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.