પાટણઃ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
પાટણ

અટલ સમાચાર, ડેસ્ક


દેશમાં સતત વધતી મોંઘવારીના પગલે આજે રાહુલ ગાંધી અને તેમના કાર્યરર્તાઓ સાથે મોંઘવારીને અટકાવવા અનેક રેલી  યોજી વિરોધ કરે છે. આ સાથે અનેક લોકો આમ જનતાને ફટકો પડ્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગી કાર્યકરોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનમાં જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અગ્રણી જગદીશ ઠાકોર આદેશ અનુસાર વર્તમાન ભાજપ સરકારના શાસનમાં જીએસટી, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારીના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધારણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. 

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતીમાં પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી, અશ્વિન પટેલ, ભરત ભાટિયા, ભૂરાભાઈ સૈયદ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.