પાટણ: એસ.ટી. બસના ડ્રાઇવરે નશામાં ધૂત થઈને બસ ચલાવતા, સવાર મુસાફરોના જીવ ઉધ્ધર થયા
પાટણ

અટલ સમાચાર, ડેસ્ક


એસ.ટી. બસનું સ્લોગન છે કે, 'સલામત સવાર એસટી હમારી.' જોકે, પાટણ શહેરમાં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એસ.ટી. બસના ડ્રાઇવરે નશામાં ધૂત થઈને બસ ચલાવી છે. મુસાફરો તરફથી ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાપર-અમદાવાદ-સુરત બસના ડ્રાઇવરે દારૂ પીને બસ ચલાવતા બસમાં સવાર મુસાફરોના જુવ પડીકે બંધાયા હતા.

ડ્રાઇવર જોખમી રીતે બસ હંકારતો હોવાનું માલુમ પડતા મુસાફરો હારજી બસ ડેપો ખાતે ઉતરી ગયા હતા. બીજી તરફ બસનો ડ્રાઇવર પણ ડેપો ખાતે બસ મૂકીને ચાલ્યો ગયો હતો. ડ્રાઇવર ચાલ્યો જતા મુસાફરો બેથી ત્રણ કલાક સુધી ડેપો ખાતે રઝળ્યા હતા. જે બાદમાં હારીજ ડેપો મેનેજરે અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરીને મુસાફરોને રવાના કર્યાં હતા. દારૂ પીને બસ ચલાવી રહેલા ડ્રાઇવર સામે મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો.

 અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું કે, "મારી પત્નીનું ઓપરેશન હોવાથી હું આ બસમાં સવાર થયો હતો. ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. રસ્તામાં ત્રણ વખત અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. ડ્રાઇવર ચાલુ વરસાદમાં ખૂબ ખરાબ રીતે બસ ચલાવતો હતો. હારીજ ડેપોમાં ડ્રાઇવર બસ મૂકીને જતો રહ્યો છે." આ મામલે એસ.ટી. બસના કર્મીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર હારીજ ડેપો ખાતે બસ મૂકીને ચાલ્યો ગયો છે. બસમાં 28 મુસાફરો સવાર હતા. ડ્રાઇવર નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે.