પાટણઃ વ્યાજખોરોના ત્રાસથી અને પરિવારને મારી નાંખવાની ધમકીથી આધેડે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડોટ કોમ
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો રોજ વધતા જાય છે. આ સાથે આજ રોજ પાટણમાં પણ એક દુર્ઘટના સામે આવી છે. જેમને વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. પાટણ જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી રબારી કાનજીભાઈ એ જીવન ટૂંકાવ્યું છે. કાનજીભાઇ આત્મહત્યા કરતાં પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમા તેમને હેરાન પરેશાન કરતા લોકોના નામ પણ લખ્યા છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પાટણ જીલ્લાના ગોકુળ વાટિકામાં રહેતા કાન્જીભાઈએ ઝેરીદવા ગટગટાવી આત્માહત્યા કર્યાનું સામે આવ્યું છે. આ સાથે કાનજીભાઈ એ સુસાઇડ નોટ માં આત્માહત્યા નું કારણ અને ત્રણ આરોપી ના નામ લખી જીવન ટૂંકાવ્યું હતું. તેમને તેમના મોત પાછળનું કારણ 3 લોકોને જવાબદાર ગણાવ્યા છે. વ્યાજખોરો અવાર નવાર કાનજીભાઈને અને તેમના પરિવાર ને મારીનાખવાની ધમકી આપતા હતા. સુસાઇડ નોટમાં નામ લખેલ આરોપી, દેસાઈ અમરતભાઈ, દેસાઈ ધમસીભાઈ અને દેસાઈ દિનેશભાઈ દેસાઈ દિનેશભાઈ પોતે પોલીસ ખાતામાં બજાવેછે ફરજ છતાં મૃતકના પરિવાર ને કરતો હતો હેરાન. આ સાથે આ દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો હતો.