ઘટસ્ફોટ@સોલારપાર્ક: કંપનીઓનો સામાજીક વિકાસ ખર્ચ કેટલો?જીપીસીએલને ખબર જ નથી, વાંચો સ્પેશિયલ રિપોર્ટ

 
GLPC latter
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કહ્યું અમારા કાર્યક્ષેત્ર બહાર છે, તો હવે સીએસઆર ખર્ચ થયું હશે કે કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સાંતલપુર વિસ્તારમાં વિકાસની ગતિ વધારવા અને રાજ્યમાં વિજળીનુ ઉત્પાદન વધારવા ચારણકા નજીક સોલારપાર્ક ઉભો કરવામાં આવ્યો છે. અહિંના સોલાર પાર્કમાં અનેક કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓના કેટલાક વિષયો જીપીસીએલ સંભાળે છે. જીપીસીએલ એટલે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ પણ રાજ્ય સરકાર વતી જવાબદારીઓ નિભાવે છે. હવે કોઈપણ કંપની/નિગમે સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી હેઠળ સામાજીક વિકાસ પાછળ ખર્ચ કરવાનો હોય છે. આથી ચારણકા સોલાર પાર્કની કંપનીઓ દ્વારા સીએસઆર હેઠળ ક્યાં કેટલો ખર્ચ કર્યો તેની વિગતો આ જીપીસીએલ પાસે નથી. એક પ્રશ્ન/રજુઆતમાં જીએસપીસીએ જણાવ્યું કે, કંપનીઓના સીએસઆર અમારા કાર્યક્ષેત્ર બહાર છે. જાણો સોલાર પાર્કના સીએસઆરનો સ્પેશિયલ અહેવાલ.

પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર વિસ્તારમાં વિકાસ પાછળ રાજ્ય સરકાર તનતોડ મહેનત કરી રહી છે. જેના ભાગરૂપે ચારણકા નજીક મોટો સોલાર પાર્ક ઉભો કરી ખૂબ મોટા પ્રમાણમાં વિજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ કંપનીઓ પણ મોટી હોઇ અલગ અલગ મેગા વોટમાંગ વિજ ઉત્પાદન કરે છે. આપણા રાજ્યમાં એક જોગવાઈ છે કે, કંપનીઓ/નિગમે પોતાના નફામાંથી કેટલીક રકમ સીએસઆર એટલે કે સામાજીક વિકાસ પાછળ ખર્ચ કરવાની હોય છે.

ચારણકા સોલાર પાર્કની કઈ કંપનીએ ક્યાં અને કેટલી રકમ વિકાસ પાછળ ખર્ચ કરી છે કે કેમ ? આ કંપનીઓનું સીએસઆર જાણવા સમજવા અને સીએસઆર ના હોય તો કરાવવા બાબતની મહેનતના અનુસંધાને જીપીસીએલ સમક્ષ વાત મૂકવામાં આવી હતી. જેના જવાબમાં જીએલપીસીના ચીફ પ્રોજેક્ટ ઓફિસરે જણાવ્યું કે, અમારા નિગમ દ્વારા અવારનવાર સામાજીક વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે ચારણકા સોલાર પાર્કની કંપનીઓ દ્વારા થતાં ખર્ચ બાબતનું નિગમના કાર્યક્ષેત્ર બહાર હોવાનું જણાવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે.

સોલાર પાર્કમાં આવેલી કંપનીઓ બાબતે કેટલીક બાબતો સંભાળતા રાજ્ય સરકારના ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે વધુમાં જણાવ્યું હતું કે, "જે તે કંપની દ્વારા તેમના પ્રોજેક્ટ માટે કેટલું સીએસઆર કરવું તેનો નિર્ણય તે કંપની લેતી હોય છે, માટે જે તે કંપનીએ સીએસઆરની પ્રવૃત્તિ માટે કરવાની થતી કાર્યવાહીની બાબત જીપીસીએલના કાર્યક્ષેત્રની બહાર છે" આવી સ્થિતિમાં ચારણકા સોલાર પાર્કની કંપનીઓનું સીએસઆર ખર્ચ ક્યાં અને કેટલું તે બાબતે ચોંકાવનારી અને મંથન કરવાની નોબત બની છે. સૌથી મોટો સવાલ એ પણ ઉભો થયો છે કે, કંપનીઓ દ્વારા સીએસઆરનો ખર્ચ થયો હશે એવું માનીએ તો પણ તેની વિગતો પારદર્શકતા ખાતર જાહેર થવી જોઈએ. કેમ કે જીપીસીએલએ પોતે સીએસઆર ખર્ચ બાબતની વિગતો જાહેર કરી કંપનીઓની વિગતો પોતાના કાર્યક્ષેત્ર બહાર ગણતાં સંશોધનનો વિષય બન્યો છે.

સાંતલપુર વિસ્તારના લોકો માટે સીએસઆર ખર્ચ કરાવવા અનેક શક્તિઓ કામે લાગેલી

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચારણકા સોલાર પાર્કમાં આવેલી કંપનીઓનું સીએસઆર ખર્ચ જો થયું હોય તો તેમાં અભિપ્રાય આપવા અને નહિ થયું હોય તો સીએસઆર ખર્ચ કરાવવા અનેક શક્તિઓ કામે લાગેલી છે. સાંતલપુર વિસ્તારમાં વિકાસની ખૂબ મોટી જરૂરિયાત હોઈ અને વિસ્તારમાં વિકાસલક્ષી કામો પણ અગત્યના હોવાથી જનહિતમાં સીએસઆર ખર્ચ મહત્વનો છે તેમ માનવામાં આવી રહ્યું છે.