સાંતલપુરઃ એક જ સમાજના લોકો વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થયો, પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા

તમામ ઇસમોને 108 દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિની હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં રિફર કરાયો છે.
 
ઝગડો

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામે કોઈ કારણસર એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં પાંચ જેટલા લોકો ઘાયલ થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સીધાડા ગામે શુક્રવારના રોજ એક જ સમાજના લોકો વચ્ચે અગમ્ય કારણોસર ધીંગાણું સર્જાતા પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા અને ગામમાં ભારેલા અગ્ની જેવો માહોલ સર્જાતા પોલીસે દોડી આવી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ નિયંત્રણ કરી હતી.

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ અથડામણ વચ્ચે  ધીંગાણામાં ઈજાગ્રસ્ત બનેલા તમામ ઇસમોને 108 દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિની હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં રિફર કરાયો છે. આ બનાવને પગલે લોકો ના મોટી સંખ્યામા ભેગા થયૈ હતા ત્યારબાદ પોલીસ આવી ઝડપથી મામલો સાંત પાડ્યો હતો.