પાટણઃ આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર માગણીઓના નિરાકરણ માટે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
patan

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અપાયેલા આદેશ અનુસાર આજે છેલ્લા 20 દિવસથી ચાલતી આરોગ્ય કર્મચારીઓને હડતાલના કર્મચારીઓ ન્યાય મળે તે માટે સરકારને જગાડવા માટે પાટણ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી કોરોના કાળમાં પ્રજાજનોની સેવા કરતા સ્વર્ગવાસ થયેલા 61 આરોગ્ય શાખાના શહીદવીર ભાઈ બહેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સના ભથ્થા, ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મુડમાં છે .

આરોગ્ય કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓના નિરાકરણ માટે મહાસંઘ દ્વારા રાજ્યકક્ષાએ, જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા સહિતના અનેક કાર્યક્રમો અગાઉ યોજાઈ ચૂકયા છે તેમ છતાં માંગણી સંતોષાઈ ન હોઈ રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે લડી લેવાનુંક મન બનાવી લેતા છેલ્લા 20 દિવસથી ચાલતી આરોગ્ય કર્મચારીઓને હડતાલ મા કર્મચારીઓ ન્યાય મળે તે માટે સરકારને જગાડવા માટે શહેર ના સિંધવાઈ માતાજી મંદિરે એકત્ર થઈ સુત્રોચાર કરી રેલી કાઢી પાટણ જિલ્લા કલેક્ટર,ડીડીઓ અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તો કોરોના કાળમાં પ્રજાજનોની સેવા કરતા સ્વર્ગવાસ થયેલા 61 આરોગ્ય શાખાના શહીદવીર ભાઈ બહેનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.