ચાણસ્માઃ અજાણ્યા યુવકે ગળાફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ જોવા મળતા પંથકમાં ચકચાર

હજુ સુધી આ ઈસમની ઓળખ કે ઘટના બાબતે વધુ કોઈ વિગતો બહાર આવવા પામી નથી તપાસના અંતે સત્ય હકીકત બહાર આવશે તેવું સ્થાનિક લોકોના સૂત્રોએ જણાવ્યું હતું.
 
ગળેફાંસો

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજના ગંગાપુરા ગામ વિસ્તારમાં વહેલી સવારે આવવારૂ જગ્યામાં ઝાડ પર કાપડનું વસ્ત્ર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા પંથકમાં ચકચાર મચી હતી. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો.
 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
ચાણસ્માના ધીણોજ ગામ નજીક આવેલ ગંગાપુરા ગામમાં ગુરુવારે વહેલી સવારે અર્ધનગ્ન હાલતમાં અજાણ્યો યુવકગળાફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો જોવા મળ્યો હતો. ઘટના મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ આ સ્થળે આવીને સમગ્ર ઘટના મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. હજુ સુધી આ ઈસમની ઓળખ કે ઘટના બાબતે વધુ કોઈ વિગતો બહાર આવવા પામી નથી તપાસના અંતે સત્ય હકીકત બહાર આવશે તેવું સ્થાનિક લોકોના સૂત્રોએ જણાવ્યું હતું.