દુર્ઘટના@પાટણ: 2 બાઇક સામસામે અથડાતાં એક મહિલાનું સારવાર દરમ્યાન મોત

 
Sarshvati police station

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સરસ્વતી તાલુકાના વડુ ગામ પાસે બે બાઇકો એક સાથે અથડાતાં એક બાઇક ઉપર સવાર એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પૈકી એક મહિલાનાં માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં વડિયા ગામે રહેતા વિક્રમજી સોમાજી ઠાકોર (ઉ.વ. 27) તેમનાં બાઇક ઉપર પોતાની પત્ની સાથે બપોરે 12 વાગે પાટણથી મોટા ગામે જતા હતા. આ દરમ્યાન સરસ્વતિના વડુ ગામ પાસે આવતાં ડીસા તરફથી એક બાઇક ચાલક એક છકડાને ઓવરટેક કરીને વિક્રમજીનાં બાઇકને સામેથી ટક્કર મારી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતની આ ઘટનામાં પતિ-પત્ની વિક્રમજી અને હેતલબને રોડ પર પડી ગયા હતા. ને બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને 108 માં પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં વિક્રમજીને ઓર્થોપેડીક વિભાગમાં દાખલ કરાયા હતા ને પત્ની હેતલબેનને સાંજે ડોક્ટરે તેમને મૃત જાહેર ર્યા હતા. આ બનાવથી મહિલા હેતલબેનનાં મૃત્યુથી બે બાળકો માતા વિનાના બની ગયા હતા. આ અંગે પોલીસે વિક્રમજીની ફરીયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.