તપાસ@પાટણ: ઈચ્છા પ્રમાણે બેફામ માટીચોરી, ચોક્કસ ઈસમો સાથે ઘરોઘો, ગામની ઘટનાથી પર્દાફાશ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં સરકારી ખનીજ સંપદાની સુરક્ષામાં મોટું બાકોરું પડી ગયું છે. ખાણખનીજ એકમની જડબેસલાક હાજરી છતાં જિલ્લાભરમાં માટીચોરીનુ રેકેટ બેફામ હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ ઈસમ સાથે ઘરોબો હોવાથી ઈચ્છા મુજબ માટી ઉઠાવી રહ્યા છે ખનીજ ચોરો. આ રેકેટમાં હારીજ તાલુકાના ગામે માટીખનન થતાં ગામના આગેવાનને જાણ થઈ ગઈ હતી. આગેવાન પહોંચી જતાં દોડધામ કરી વાહનો સાથે માટીચોરો સ્થળ છોડી ફરાર થઇ ગયા હતા.
https://www.facebook.com/569491246812298/
પાટણ જિલ્લામાં સરકારી ખનીજ સંપદાની ચોરી થતાં રાજ્ય સરકારની તિજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે. ખાણખનીજ એકમની આકસ્મિક તપાસ અને કહેવાતી ધાક છતાં માટીચોરીનુ એક મોટું સેટિંગ્સ હોવાનું સામે આવ્યું છે. પાટણ નજીકના એક ઈસમ સાથે કથિત ઘરોબો હોવાથી મન મુજબ અને ગમે ત્યાંથી માટી ઉઠાવી લેવામાં આવી રહી છે. ઈચ્છા પ્રમાણે માટી ચોરીના આ કથિત સંગઠિત રેકેટમાં હારીજ તાલુકાના જશોમાવ ગામે માટી ખનન શરૂ થયું હતું. ગામની અંદર પ્રવેશ કરતાં ડાબી બાજુ આવતી ખુલ્લી જગ્યામાં ભરપૂર માટી જોવા મળતાં માટીચોરોએ ખનન હાથ ધર્યું હતું. કોઈને દેખાય નહિ એ રીતે ખૂબ મોટી પાળીની અંદરની બાજુએ ખાઇ થઈ ત્યાં સુધી માટી ઉઠાવી લેવામાં આવી હતી. જોકે ગામનાં જાગૃત નાગરિકને ખબર પડતાં માટીચોરોને ચિમકી મળી હતી. આથી સંગઠિત રેકેટનો ભંડાફોડ થતો બચાવવા માટીચોરો સ્થળ છોડી ફરાર થઇ ગયા હતા. આ પછી જાગૃત આગેવાને માટીચોરીના સ્થળે અવરજવરનો રસ્તો બંધ કરવો પડ્યો હતો.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા ખાણખનીજ ટીમ પૈકીને ચોક્કસ ઈસમ સાથે ખૂબ નજીકના સંબંધો હોઇ શકે છે. આ વાત ઉપર શંકા ઉપજાવે તેવી ઘટના પણ બની હતી. આગાઉ એક સ્થળે માટીખનન શંકાસ્પદ જણાતાં ખાણખનીજના ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી. તો ખાણખનીજના ઈન્સ્પેક્ટરે જે તે ઈસમને તુરંત જાણકારી આપનારનો સંપર્ક આપી દેતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. ખાણખનીજ અને ચોક્કસ ઈસમ વચ્ચેના મધુર સંબંધોથી કચેરીની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે. જશોમાવ ગામની ઘટનાથી શું હવે ખનીજ સંપદાની સુરક્ષાની જવાબદારી ગામના જાગૃત આગેવાનો પૂરતી છે?? અત્યાર સુધી કેટલા સરપંચો સાથે સંવાદ કરી ખનીજ ચોરી અટકાવવા કવાયત કરી?? આ તમામ સવાલોથી પાટણ જિલ્લા ખાણખનીજ ટીમની પારદર્શકતા શંકાસ્પદ બની છે.