ગંભીર@રાધનપુર: અભિપ્રાય પહેલાં જ હજારો ટન માટી ઉપાડી લીધી, સભ્યનો આક્ષેપ, લાખોની ખનીજચોરી થઈ
Dev Gaam
રાધનપુર અને સાંતલપુર તાલુકામાં માટી ચોરીના બનાવોમાં કેમ વધારો ? કોની છે મિલીભગત
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખનીજચોરી દિનપ્રતિદિન વધી રહી હોવાની સિરીઝમાં વધુ એક ઘટના સામે આવી છે. ભાભર રોડ ઉપર ઉભી થઈ રહેલી મીલમાં હજારો ટન માટી ઠાલવી પુરાણ થતું હોવાનું જાણી સ્થાનિક પંચાયતના સભ્યએ તંત્રને રજૂઆત કરતાં ચોંકાવનારી વિગતો મળી હતી. જિલ્લા ખાણખનીજે સમગ્ર બાબતે હજુ તો મામલતદારનો અભિપ્રા Dev Gaamઅભિપ્રાય મંગાવ્યો છે અને અભિપ્રાય મળે તે પહેલાં જ માટી ઠાલવી દેવામાં આવી છે. સ્થળ મુલાકાત કરી મામલતદાર કચેરીએ રીપોર્ટ આપ્યો નથી અને રાતદિવસ ડમ્પરો ચલાવી લાખો કરોડોની માટી મેળવી યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી છે. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે જિલ્લા ખાણખનીજને જાણ કરી તપાસની માંગ કરી છે. 
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામ પાસે મીલનુ બાંધકામ થઈ રહ્યું છે. અગાઉ ખેતર હોઇ બિનખેતી થયા બાદ જમીનનું સ્તર ઉચું લેવા ખૂબ મોટા પ્રમાણમાં માટી ઠાલવવામાં આવી છે. રાતદિવસ અનેક ડમ્પરો મારફતે સદર જગ્યામાં હજારો ટન માટી ઠાલવી હોઇ રોયલ્ટીનો પ્રશ્ન થયો હતો. આથી દેવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઠાકરશીભાઈએ રાધનપુર મામલતદાર અને પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને જાણ કરી હતી.
જેમાં સદર જગ્યા બાબતે મામલતદાર સમક્ષ પત્ર આવ્યો પરંતુ તેનો અભિપ્રાય હજુ થયો નથી. જોકે અભિપ્રાય મળે અને આગળનો હુકમ થાય તે પહેલાં જ લાખો કરોડોની કિંમતની માટી ઠાલવી દેવામાં આવી હોવાનું જણાવતાં ખળભળાટ મચી ગયો છે. ડેપ્યુટી સરપંચે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ખૂબ મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરી થઈ હોવાનું લાગતાં ખાણખનીજને જાણ કરી છે. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, હજુ તો સાંતલપુર તાલુકામાં કરોડોની માટી ચોરીના કસૂરવારો ઝડપાયા નથી અને વધુ એક શંકાસ્પદ ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. કથિત માટી ચોરી અને શંકાસ્પદ રોયલ્ટી ચોરીને લઈ શું રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે? ગમે ત્યારે અને ગમે તે સ્થળેથી બિન્દાસ ખનીજ ચોરી કરી લેવાની? પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી માટી ચોરીના અનેક કેસની તપાસ કરી રહી છે ત્યારે કેમ દાખલારૂપ કાર્યવાહી થતી નથી? આ ઘટના બાબતે દેવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઠાકરશીભાઈએ રાધનપુર મામલતદાર અને પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી પાસે ઝડપી, તટસ્થ અને પારદર્શક કાર્યવાહીની માંગ કરી છે.Dev Gaam image widget