ઘટસ્ફોટ@સાંતલપુર: ભારતમાલાનો 500 કરોડનો કોન્ટ્રાક્ટ લેનારી CDS કંપની ઉપર સરકારી ચોપડે માટીચોરીનો આરોપ
માટીચોરી સાંતલપુર
જો સમયસર હાજર નહિ થાય તો કંપનીના જે તે કર્મચારીની અટકાયત થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરતાં આરએફઓ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સાંતલપુર નજીક સૌથી મોટી માટીચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વનવિભાગે માટીચોરી મામલે દાખલ કરેલ ગુનો એટલે કે એફઓઆર જોતાં આરોપ જેના ઉપર લાગ્યો છે તે સીડીએસ કંપની છે. ગત 2021 દરમ્યાન આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા વનવિભાગની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી તહોમતદાર તરીકે સીડીએસ કંપની બતાવી છે. આથી કંપનીના જવાબદારને બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે વારંવાર બોલાવવા છતાં હાજર નહિ થતાં અટકાયત થવાની સંભાવના હોવાનો ઘટસ્ફોટ થયો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, હાજર નહિ થાય તો તેઓની ઓફિસ પર પહોંચી એરેસ્ટ પણ કરવા પડશે. 

સાંતલપુર માટી ખનન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ પાસેથી પસાર થતો ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે બની રહ્યો છે. આ પ્રોજેક્ટ પાસે આવેલ સર્વે નંબર 678 માં ખૂબ મોટા પ્રમાણમાં ખનન કરી માટીચોરી કરવામાં આવેલી છે. જેની જાણ નાયબ વન સંરક્ષકને થતાં મળેલી સુચના આધારે આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે પાટણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા પણ તપાસ કરી આડેસર ફોરેસ્ટ રેન્જને જાણ કરવામાં આવી હતી.

પુરવઠા નિગમ

તે દરમ્યાન તપાસ અધિકારી- ફોરેસ્ટરે ગત ઓગસ્ટ 2021 માં સ્થળ તપાસ કરી જંગલ કાયદાની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભારતીય વન સંરક્ષણ અધિનિયમ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 26 અને 27 મુજબ એફઓઆર નોંધવામાં આવ્યો હતો. માટીચોરીના આ કિસ્સામાં પ્રાથમિક તબક્કે ભારતમાલાનો કરોડોનો કોન્ટ્રાક્ટ મેળવનાર સીડીએસ ઈન્ફ્રા પ્રા. લી. ને તહોમતદાર બનાવવામાં આવી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેક ગત ઓગસ્ટ 2021માં દાખલ ફોરેસ્ટના ગુના બાબતે તાજેતરમાં અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેનો વધુ અભ્યાસ કરતાં ફોરેસ્ટનો ગુનો જોતાં સીડીએસ કંપની ઉપર માટીચોરીનો આરોપ લાગ્યો છે. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાઠવાએ જણાવ્યું હતું કે સરેરાશ 5થી 10 કરોડની માટીચોરી થઈ હોવાનો અંદાજ છે. આથી તહોમતદાર એવી સીડીએસ કંપનીના જવાબદારને જાણ કરી બોલાવવામાં આવ્યા છે. જોકે હજુસુધી હાજર નહિ થતાં જો વધુ વિલંબ કરશે તો એરેસ્ટ કરવાની પણ ફરજ પડશે. સમયસર ધોરણસરની કાર્યવાહી કરવા અટકાયત કરવાની પણ સંભાવના હોવાનું આરએફઓએ જણાવ્યું હતું. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

566 કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર કંપની વિરુદ્ધ વનવિભાગના ચોપડે ગંભીર આરોપ 

ઘુડખર ફોરેસ્ટ હેઠળની આડેસર રેન્જ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો તેમાં તમામ વિગતો દર્શાવવામાં આવી છે. જેમાં ભારત સરકારના જંગલ કાયદાની કલમો મુજબ સીડીએસ કંપની તહોમતદાર એટલે કે આરોપી છે. આ સીડીએસ કંપનીને સરેરાશ 566 કરોડના માતબર રકમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જે અંતર્ગત સાંતલપુર પાસેથી પસાર થતો ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. સરકારે અબજો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છતાં સીડીએસ કંપનીએ માટી ચોરી હશે? તેવો ગંભીર સવાલ પણ ઉભો થયો છે.

This News Article Read in English

The biggest pot theft case near Santalpur has come to light. The offense filed by the Forest Department in the case of land theft, i.e. the allegation against the FOR, is a CDS company. During the last 2011, Adesar Forest Range has filed a case as per the provisions of the Forest Department and the CDS company has been shown as the accused. Therefore, the responsible person of the company has been called and legal action has been taken. However, despite repeated calls, it has been revealed that there is a possibility of being detained for not appearing. The Range Forest Officer said that if he did not show up, he would have to be arrested at his office.

 The Bharatmala Highway project passing near Madhutra village in Santalpur taluka of Patan district is being built on a war footing. Survey No. 678 near this project has been heavily mined. The incident was investigated by Adesar Forest Range on the basis of instructions received by the Deputy Forest Conservator. The Patan Geologist's Office also investigated and informed the Adesar Forest Range. In the meantime, the investigating officer- Forrester inspected the place in August 2021 and the crime was registered as per the provisions of the forest law. The FOR was registered under Sections 26 and 27 of the Indian Forest Conservation Act and Wildlife Conservation Act. In this case of embezzlement, CDS Infra Pvt. Lee. Has been charged.

Khankhanij

 Sources said that a report on Forrest's crime, filed as late as last August, was recently published by Atal Samachar.com. The CDS company has been accused of embezzlement in view of Forrest's crime. In this regard, Range Forest Officer Rathwa said that an average of Rs 5-10 crore was estimated to have been stolen. Therefore, the accused has been informed and called the person in charge of CDS company. However, if he does not show up yet, he will be forced to make an arrest if he delays further. The RFO also said that there is a possibility of detention to take standard action in time.

 Serious allegations in the Forest Department book against the company which took the contract of Rs 566 crore

 The offense was filed by Adesar Range under Ghudkhar Forest, showing all the details. According to the provisions of the Forest Act of the Government of India, the CDS company is the accused. The CDS company has won contracts worth an average of Rs 566 crore. Under which Bharatmala Highway project passing through Santalpur is being constructed. Even though the government has given a contract worth billions of rupees, will the CDS company be stealing soil? Such a serious question has also arisen.