બેફામ@પાટણ: માટીચોરીનુ કથિત સંગઠિત રેકેટ, મેળ પડે ત્યાંથી ઉઠાવી લેવાની માટી, ખબર પડે ત્યારે રફુચક્કર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં ખનીજ ચોરીનુ રેકેટ ખૂબ જ ચોંકાવનારૂ અને શાતિર હોવાનું સામે આવ્યું છે. કોના આશીર્વાદથી અને કોણ જાણે કેવીરીતે માટીચોરીનુ રેકેટ બેફામ બની ગયું છે. કથિત સંગઠિત ગોઠવણમાં ગમે તે સ્થળે પહોંચી માટી ઉઠાવી લેવામાં આવે છે અને જો કોઈને ખબર પડે કે જાહેર થાય તો રફુચક્કર પણ થઈ જાય છે. આ પછી કથિત સંગઠિત ટોળકી અન્ય સ્થળે ડેરો નાખી માટી ખનન શરુ કરે છે. આ રેકેટ છેલ્લા કેટલાક સમયથી એટલું બેફામ બની ગયું છે કે, કથિત સંગઠિત ટોળકી ગામનાં સરપંચની પણ પરવા કર્યા વિના ખનન શરુ કરી દે છે. આ સંશોધનના ભાગરૂપે અગાઉ હારીજ પંથક બાદ ચાણસ્મા તાલુકાના ગામે પણ માટી ચોરી થયાનું સામે આવ્યું છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
હારીજ તાલુકાના જશોમાવ ગામે માટીખનન સામે આવતાં કથિત સંગઠિત ટોળકીનુ રેકેટ બહાર આવ્યું છે. જશોમાવ ગામેથી ટોળકીને ભગાડી હોઇ અન્ય ગામે શોધ આદરી છે. જોકે એકમાત્ર જશોમાવ નહિ પણ ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે પણ માટી ખનન કરી ચૂક્યા છે. કેટલાક દિવસ અગાઉ માટીચોરો જીતોડા ગામ નજીક ગંગેટ રોડના ફાટક પાસે પહોંચ્યાં હતા. જ્યાં માટી ચોરી કરી રહ્યા હતા જોકે આસપાસના વિસ્તારમાં ખબર પડતાં અને થોડું જાહેર થતાં રફુચક્કર થઈ ગયા હતા. આ કથિત સંગઠિત ટોળકી ખૂબ ચોંકાવનારી પધ્ધતિથી માટી ચોરી પાર પાડે છે. જેમાં પોતાની રીતે માટીનો જથ્થો તપાસ કરાવી તે સ્થળે કોઈને ખબર ના પડે તે રીતે પહોંચી જાય છે. આ પછી મોડી સાંજથી રાત્રિના સમય વચ્ચે માટી ખનન કરી ટર્બા ભરવામાં આવે છે. જ્યાં સુધી જાહેર ના થાય અથવા કોઇ વાંધો ના લે ત્યાં સુધી માટીચોરી ચાલુ રાખે છે. જો કોઈને ખબર પડે અને તેનાથી ભંડાફોડ થાય તો તુરંત રફુચક્કર થઈ જાય છે.
https://www.facebook.com/569491246812298/
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કથિત સંગઠિત ટોળકીના માટીચોરો અગાઉ ડ્રોન કેમેરામાં પણ પકડાયા નથી. જ્યાં મેળ પડે અને જ્યાં સુધી મેળ આવે ત્યાં સુધી જેટલી તાકાત થાય એટલી ક્ષમતાથી માટીચોરી લેવામાં આવે છે. આ બાબતે પાટણ જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ખનીજ ચોરી પકડવા કામગીરી કરી રહી છે. જોકે મર્યાદિત સ્ટાફ હોવાથી કોઈની રજૂઆત કે અરજી આવે તો તુરંત કામગીરી કરી ઘટનાસ્થળે પહોંચીએ છીએ. ડ્રોન કેમેરાથી હજુ સુધી માટીચોરી પકડાઇ નથી તેનો પણ ભૂસ્તરશાસ્ત્રીએ સ્વિકાર કર્યો હતો.