ખળભળાટ@પાટણ: સરકારી ડોક્ટરની હત્યાનો પ્લાન. શિક્ષિકા પત્ની અને તેના મિત્ર સહિત 5 સામે ફરિયાદ
patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


પાટણ શહેરમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ સામે આવતાં ઘર સંસારમાં કેવી ઉથલપાથલ બની તેની સિલસીલેવાર વિગતો આવી છે. જેમાં સરકારી ડોક્ટરના લગ્ન બાદ પત્નીને થોડા વર્ષો પછી શિક્ષિકાની નોકરી મળી હતી. જેમાં નોકરીના કેટલાક વર્ષ વીત્યા પછી પતિ પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. પત્નીને નોકરીના તાલુકામાં અન્ય શિક્ષક સાથે ગાઢ સંબંધોથી ડોક્ટર પતિ નારાજ રહેતા હતા. આ પછી અચાનક પત્ની તેની બે દિકરી સાથે પિયર આવી ગયા બાદ ડોક્ટર પતિને ચોંકાવનારી ઘટનાનો ભય ઉભો થયો હતો. સરકારી દવાખાને આવેલા અજાણ્યા 2 ઈસમો ડોક્ટરની રેકી કરી ગયા બાદ હત્યા કરવાનો કારસો રચ્યો હોવાનું લાગ્યું હતું. આથી ડોક્ટરે સાવચેત રહી પોલીસ મથકે અરજી આપી પરંતુ ફરિયાદ નહિ થતી કોર્ટમાં રાવ મૂકી હતી. જેથી પાટણ કોર્ટ દ્વારા હુકમ થતાં પત્ની અને તેના મિત્ર સહિત 5 વિરુદ્ધ હત્યાની કોશિશ સહિત અનેક કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. 

patan friyad


પાટણ શહેરમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં રાજેન્દ્ર વરસંગભાઇ રથવી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે. ડોક્ટર રથવીના લગ્ન વર્ષ 2007મા યોગિતા લક્ષ્મણભાઈ પટેલ નામની યુવતિ સાથે થયા હતા. લગ્ન બાદ 2 દિકરીનો જન્મ પણ થયો હતો. આ પછી ડોક્ટરની પત્ની યોગિતાને વર્ષ 2014મા હારીજની આર.ડી ઝવેરી પ્રાથમિક શાળામાં નોકરી મળી હતી. આ સાથે ડોક્ટરના સસરા લક્ષ્મણભાઈ દલાભાઇ પટેલ પણ અમદાવાદ ખાતે શિક્ષક છે. વર્ષ 2015 સુધી ડોક્ટર પતિ અને શિક્ષિકા પત્નીનો ઘરસંસાર બરાબર ચાલ્યો હતો. જોકે હારીજ નજીક એકલવા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિનેશ હરજીભાઈ દેસાઇ અને ડોક્ટરની શિક્ષિકા પત્ની યોગિતા વચ્ચે ગાઢ સંબંધ કેળવાયા હતા. જેથી ડોક્ટર પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતાં રહેતા હતા. જેમાં અચાનક ડોક્ટરના ઘેરથી ગત જૂન 2015 દરમ્યાન પત્ની 25 તોલા દાગીના અને 2 દિકરી સાથે પિયર પહોંચી ગઈ હતી. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


આથી ચિંતાગ્રસ્ત બનેલા ડોક્ટરને અચાનક સોશિયલ મીડિયામાં ફરતાં ફરતાં પોતાના જ ફોટા વોટ્સએપ મારફતે મળ્યા હતા. ફોટા કોને મોકલ્યા અને કેમ તે જાણવા ડોક્ટર રાજેન્દ્ર રથવીએ પ્રયત્ન કરતાં સોપારી અપાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી ડોક્ટરના સરકારી દવાખાને અજાણ્યા 2 ઈસમો હથિયાર જેવું કંઈક સાધન લઈ રેકી કરવા આવ્યા હોવાની જાણતાં ગભરાઇ ગયા હતા. આથી આ બંને ઈસમો કોણ હતા તેની વિગતો જાણતાં અમરેલી જિલ્લાનો નિકુંજ રાવત અને પાટડી તાલુકાનો પિયુશ પરમાર હોવાનું ધ્યાને આવ્યું હતું. 

gujrat nagrik


ડોક્ટરની પત્ની યોગિતા પટેલ અને તેના ગાઢ મિત્ર દિનેશ દેસાઈ તેમજ સસરાનું લક્ષ્મણભાઈ પટેલે એકબીજાનો સમાન ઈરાદો પાર પાડવા 2 ઈસમોને હત્યાની સોપારી આપી હોવાનું ડોક્ટરને જણાયું હતું. આ ઘટનાને 2 વર્ષથી વધુનો સમય વીતી ગયો પરંતુ મેડિકલ ઓફિસર રાજેન્દ્ર રથવીએ તે વખતે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી હતી. જેનો ગુનો દાખલ નહિ થતાં ડોક્ટરે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરીને આખરે પાટણ કોર્ટમાં અરજી કરી હતી. જેની તપાસ કરતાં પાટણ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતાં સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે. 

patan friyad 3


રાજેન્દ્ર રથવી અને યોગિતા પટેલ વચ્ચે 7થી 8 વર્ષ પતિ પત્નીના પ્રેમભર્યા સંબંધ રહ્યા. 


ફરિયાદની વિગતો મુજબ મેડિકલ ઓફિસર રાજેન્દ્ર રથવીના લગ્ન વર્ષ 2007 મા થયા હતા. આ પછી પત્ની યોગિતાએ 2 દિકરીને જન્મ આપ્યો. આ પછી હારીજ ખાતે શિક્ષિકાની નોકરી પણ મળી. આ સમયગાળો છેક 2015 સુધી જળવાઇ રહ્યો પરંતુ હારીજ નજીક નોકરી કરતાં શિક્ષિક દિનેશ દેસાઈને ડોક્ટરની પત્ની સાથે ગાઢ અંગત સંબંધ કેળવાયો હતો. જેથી શરૂ થયેલા સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતાં પત્ની પિયર ચાલી ગઇ. આ પછી અજાણ્યા ઈસમો મારફત મોટી રકમના શંકાસ્પદ ઉઘરાણા આવતાં અને રેકી થતાં ડોક્ટરે તપાસ કરતાં ચોંકી ગયા હતા. જેમાં ખુદ પત્ની અને પત્નીનો મિત્ર તથા સસરાએ ભેગા મળીને સોપારી આપી હોવાનું ડોક્ટરને જણાયું હતું. જેની ફરિયાદ દાખલ થતાં શિક્ષિત પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ગણતરીના વર્ષોમાં કેવો ભૂકંપ આવ્યો તે ઘટના ફરિયાદ બાદ સામે આવી છે. પાટણ કોર્ટના હુકમને પગલે એ ડીવીઝન પોલીસે 5 આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 307, 380, 384, 386, 387, 120બી અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.