સિધ્ધપુરઃ 42 વર્ષિય મહિલાના ગર્ભાશયમાંથી અવતાર હોસ્પિટલે સવા બે કિલોની ગાંઠ કાઢી સફળ ઓપરેશન બનાવ્યું
sidhpoor

અટલ સમાચાર, ડેસ્ક 

 સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામની મહિલાને સિદ્ધપુરની અવતાર હોસ્પિટલે ગર્ભાશયમાંથી સવા બે કિલોની ફાઈબ્રોડની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરી નવુ જીવન આપ્યું છે. કનેસરા ગામના 42 વર્ષિય સોનલબેન સતીશકુમાર પટેલને માસિક વધારે આવવાની તકલીફના કારણે શરીરમાં લોહીની ટકાવારી સાવ ઓછી થઈ ગઈ હતી અને હિમોગ્લોબિનનું પ્રમાણ 7.60 ગ્રામ થઈ ગયું હતું.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ મહિલા દર્દીને સિદ્ધપુરની અવતાર હોસ્પિટલમાં વિઝિટ કરાવતાં ર્ડા.દિનેશભાઈ પટેલે ગર્ભાશયની કોથળીમાં મોટી ગાંઠ હોવાનું નિદાન કર્યું હતું અને લોહી વધારવા આર્યન સુકોઝની બોટલો ચડાવી હતી. લોહીનું પ્રમાણ વધતાં 10.60 ગ્રામ થયા પછી તેમને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરી ગર્ભાશયની ગાંઠ આશરે સવા બે કિલોની કાઢી દર્દીને દર્દમુક્ત કર્યા હતા. હાલ દર્દીની તબિયત સારી હોવાનું તબીબે જણાવ્યું હતું.