ગંભીર@રાધનપુર: કેન્દ્ર સરકારે ખૂબ કહ્યું સ્વચ્છતા રાખો, નેશનલ હાઈવેની બેદરકારીથી ગટરો ગંદકીમાં ધ્વસ્ત
gatar rhnpoor

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


રાધનપુર શહેરથી પસાર થતાં નેશનલ હાઈવે પાસે ગટરનું બાંધકામ થયેલું છે. જે વરસાદી પાણીના નિકાલ સહિત હાઇવેને અનૂકુળ વ્યવસ્થા ઓથોરિટી દ્વારા થયેલુ છે. હવે આ ગટર લાઇન ચોમાસના પાણીને બદલી ગંદા પાણી અને ઘન કચરાનુ જાણે ઘર બની ગઈ છે. અનેક ઠેકાણે ખુલ્લી ગટરો ગંદકીને આમંત્રિત કરતી હોય અને રાહદારીઓને જોખમ ઉભું કરતી હોય તેમ ભાસી રહી છે. મરામત, જાળવણી અને દેખરેખ મામલે હાઇવે ઓથોરિટી નિષ્ફળ જતાં સુવિધા હવે દુવિધામાં પલટાઇ ગઇ છે. હાઇવે ઓથોરિટી ટેક્સ વસૂલતી હોવા છતાં ગટરોની યોગ્ય નિભાવણી કરતી ન હોઇ સ્થાનિકો નારાજ બન્યા છે. એક એવો સવાલ પણ છે કે, પોતાના હદ વિસ્તારમાં ગંદકીની અસર થતી હોવા છતાં નગરપાલિકાના વહીવટી અને રાજકીય સત્તાધિશો કેમ ચૂપ રહે તે પણ સવાલ છે.

gatar rhnpoor 1

પાટણ જિલ્લાના રાધનપુર શહેર


ઉપરથી પસાર થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હાઈવે ઓથોરિટીએ માર્ગની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બનાવી હતી. આ ગટર લાઇન આજે ખખડધજ અને ગંદકીનું સ્થાન બની ગઈ છે. ખુલ્લી ગટર લાઇન પડી જવા સહિતના અકસ્માતની શક્યતા વધારી રહી છે. આ સાથે ગટરમાં ગંદાપાણી અને ઘન કચરાના ઢગ ભરાઇ જતાં ગંદકીથી ત્રાહિમામ્ થવાની નોબત આવી છે. સમયસર જાળવણી અને સ્વચ્છતાના અભાવે દુવિધા વધી હોવા છતાં હાઇવે ઓથોરિટી બેધ્યાન રહી છે. કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારતનો ખૂબ નારો લગાવ્યો છતાં હાઇવે ઓથોરિટીને જાણે બહેરાશ હોય તેમ કોઈ અસર નથી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

gatar rhnpoor 3

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગટર લાઇનની જાળવણી અને ગંદકી દૂર કરવા મામલે રાધનપુર નગરપાલિકા કેમ ચૂપ છે? ગંદકીથી પોતાના હદ વિસ્તારમાં નકારાત્મક અસર થતી હોવા બાબતે પાલિકા દ્વારા હાઇવે ઓથોરિટી સામે કેમ કડક કાર્યવાહી થતી નથી? હાઇવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી ટેક્ષ વસૂલાત કરાવવામાં સફળ રહે પરંતુ આ ગટર લાઇનની જાળવણી અને સ્વચ્છતામાં કેમ નિષ્ફળ રહે છે? આ તમામ સવાલો હાઇવે ઓથોરિટીની પારદર્શિતા વિરુદ્ધ ઉભા થઇ રહ્યા છે.