જાણ્યું@રાધનપુર: જમીન ઉપર નફો કમાવા ખોટી રીતે ખેડૂત બનેલી 4 મહિલા સામે ફોજદારીની સુચનાનો અમલ?
RADHNPOOR 2

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર પંથકમાં બે વર્ષ અગાઉનો ચકચારી બિનખેતીનો હુકમ રદ્દ થતાં પહેલાં અને પછી અને નવા ઘટસ્ફોટ કરી ગયો છે. પાટણ કલેક્ટર કચેરીએ સોગંદનામા સહિતના રેકર્ડ આધારે બિનખેતી કર્યા આપ્યા બાદ મામલો મહેસૂલ સચિવ સમક્ષ ગયો હતો. જેમાં હુકમ રદ્દ કરી કાર્યવાહી થવા સહિતની દોડધામ થઈ હતી. કરોડોની જમીન બિનખેતી થયા બાદ કલેક્ટર કચેરીને કોઈ રીતે વિગતો મળતાં તાત્કાલિક અસરથી તપાસ થઈ હતી. જેમાં અનેક મહિલા અને પુરુષો ખોટી રીતે ખેડૂત બની બિનખેતી કરાવી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સમગ્ર કેસ મહેસૂલ સચિવમા જતાં ચોંકાવનારો હુકમ થયો હતો. આ હુકમ પહેલાં કલેક્ટર કચેરીએ સોગંદનામામાં સાચી હકીકતો છુપાવનાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીની સુચના કરી હતી. 

NAGRIK


પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રહેણાંક અને વાણિજ્યિક બાંધકામ બાબતે તેજી છે. જેમાં 2 વર્ષ અગાઉના જમીનનાં કેસમાં અનેક મહિલા અને પુરુષોએ ખેડૂત હોવાનું રજૂ કર્યું હતું. જે બાદમાં સોગંદનામા સહિતનું રેકર્ડ રજૂ કરી પાટણ કલેક્ટર સમક્ષ હાઇવે ટચની જમીન બિનખેતી કરવા મૂકી હતી. આ કેસમાં સમજવા જેવી વાત એ છે કે, બિનખેતી માટે અનેક કચેરીઓનો અભિપ્રાય થયો અને બધું બરાબર પાર પડ્યું ત્યારે અંતિમ સિક્કો કલેક્ટરે મારી હુકમ કર્યો હતો. બિનખેતી થયા બાદ અચાનક શંકાસ્પદ વિગતો મળતાં તપાસ થઈ જેમાં ખળભળાટ મચાવતી સ્થિતિ બની હતી. જન્મજાત ખેડૂત ના હોય છતાં ખેડૂત બની ખોટાં સોગંદનામા રજૂ કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી કલેક્ટર કચેરીએ બિનખેતી રદ્દ કરી કસૂરવારો વિરુદ્ધ તજવીજ હાથ ધરી હતી. બાદમાં મામલો અમદાવાદ સચિવની કોર્ટમાં જતાં સચિવ વિનય વ્યાસાએ બીનખેતી રદ્દ યોગ્ય રાખી કલેક્ટરની કાર્યવાહી પણ યોગ્ય ગણાવી હતી. સાચી હકીકતો છુપાવવા બદલ ચારેક મહિલા અને બે પુરુષ વિરુદ્ધ થયેલી ફોજદારીની સુચના મુજબ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થઈ શકે છે? 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


સૂત્રોએ જણાવ્યું હતું કે, કસૂરવારો રાધનપુર તાલુકાથી પાટણ જિલ્લા તંત્ર સુધી ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા હતા. જોકે પારદર્શક બિનખેતીના હુકમ કરવાની કલેક્ટર કચેરીની ફરજ દરમ્યાન આ કેસ ધ્યાને આવી ગયો હતો. જેમાં બિનખેતી રદ્દ થયા બાદ મહેસૂલ સચિવે અરજદાર એવા અધિક કલેક્ટરની રજૂઆત મંજૂર રાખી સામેવાળા વિરુદ્ધ ગણોતધારાની કલમ 63 અને 84ના ભંગ બદલ 
કાયદેસરની કાર્યવાહી કરવા પણ હુકમ કર્યો હતો. આ સાથે માર્ચ 2018નો કૃષિપંચનો હુકમ ચકાસી રિવ્યુમા લેવા પણ આદેશ કર્યો હતો. આ હુકમ બાદથી બિનખેતી રદ્દ થયેલી જમીનનો બહુહેતુક ઉપયોગ ક્યારે શરૂ થશે તે હવે અનિશ્ચિત બન્યું છે.