નુકશાન@રાધનપુરઃ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદથી વેપારીઓનો લાખોનો માલ પલડી ગયો
patan
અને ખેડૂતોને મબલખ પાકનું નુકશાન થયુ હતુ. એરંડા, ગવાર, અડદ ,મગ સહિતના કોથળા માવઠાને કારણે પલળી જતાં થયું મોટું નુકસાન.

અટલ સમાચાર, ડોટ કોમ


હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં આજે ગુજરાતમાં સર્વત્રે વરસાદ થયો હતો. આ સાથે આજે ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ સાથે માર્કેટ યાર્ડમાં આવેલા વેપારીઓનો વેપાર પણ પલડી ગયો છે. આ સાથે માવઠાને લીધે રાધનપુર ગંજબજારમાં અનેક પ્રકારની કૃષિ પેદાશ પલડી જતાં મોટું નુકસાન થયું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડ ખાતે કમોસમી વરસાદથી વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલડી ગયો છે.  માર્કેટ યાર્ડના વેપારીઓના ખુલ્લામાં પડેલ કોથળામાં ભરેલો માલ પલળ્યો ગયો હતો. અને ખેડૂતોને મબલખ પાકનું નુકશાન થયુ હતુ. એરંડા, ગવાર, અડદ ,મગ સહિતના કોથળા માવઠાને કારણે પલળી જતાં થયું મોટું નુકસાન. સરકારે અમને આગોતરી જાણ ન કરતા અમારો લાખો રૂપિયાનો માલ પલળી ગયાનો આક્ષેપ. વેપારીઓનો માલ પલડી જતા લાખોનું નુકશાન. રાધનપુર માર્કેટ યાર્ડના વેપારીએ જણાવ્યું હતું કે અમને આગોતરી જાણ હોત તો અમારા માલને વ્યવસ્થિત ઢાંકી રાખ્યો હોત મોટું નુકસાન વેઠવાનો વારો ના આવતા.