મોત@સાંતલપુર: ખાડાવાળો અને અંધારિયો નેશનલ હાઈવે બન્યો કાળમુખો, એક્સિડન્ટમાં ડ્રાઈવરે જીવ ખોયો
SANTALPOOR  A

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


સાંતલપુર પાસેથી પસાર થતો ગૌરવપૂર્ણ હાઈવે હવે અસુરક્ષિત બની ગયો હોવાનું પોલીસ ફરિયાદ આધારે સામે આવ્યું છે. નામ છે નેશનલ હાઈવે પરંતુ કેન્દ્ર સરકારનો આ હાઈવે એટલી હદે જર્જરિત બની ગયો છે કે, ખાડામાંથી પસાર થતાં 2 વાહનો વચ્ચે જાનલેવા અકસ્માત સર્જાયો ગયો છે. ગત રાત્રે કચ્છ તરફથી આવતાં ટ્રેલરના ચાલકે જર્જરિત નેશનલ હાઈવે પર ખાડા આવતાં થોડી બ્રેક કરી હતી. આ સમયે જાણે કલ્પના પણ ના હોય તેમ પાછળથી આવતું ટ્રેલર ધડાકાભેર અથડાઇ ગયું હતું. જેનાથી ટ્રેલર ચાલક દબાઇ જતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ ખૂબ ગંભીર હોઇ દેહ ગુમાવી દીધો હતો. નેશનલ હાઈવે ટેક્સ પેટે પૈસા લઈ સુરક્ષિત મુસાફરી આપવાનું કહે છે પરંતુ પૈસા ખર્ચવા છતાં કાળમુખો હાઈવે જીવ લઇ લે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ગત વહેલી સવારે ચોંકાવનારી અકસ્માતની ઘટના બની છે. ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરિટીનો માર્ગ ખરેખર સુરક્ષિત મુસાફરી આપે છે? નેશનલ હાઈવે પર દોડતાં વાહનચાલકોને ખાડાઓ મોત આપી રહ્યા છે? આ સવાલો ગંભીર અને અસુરક્ષિત હોવાની આશંકા કરે છે. ગત રાત્રે એટલે કે 25 ડિસેમ્બરે કચ્છ તરફથી રાધનપુર આવતાં ટ્રેલરના ચાલકે સાંતલપુર નજીક પહોંચ્યું હતું. નેશનલ હાઈવે પર ખાડાઓને લીધે આ ટ્રેલરના ચાલકે સુરક્ષિત થવા બ્રેક કરતાં પાછળથી આવતાં ટ્રેલરના ચાલકને કોઇ ખ્યાલ ના હોવાથી ધડાકાભેર અથડાઇ ગયા હતા. જ્યારે આગળનું ટ્રેલર પણ ટક્કરને લીધે પટકાયું હતું. અકસ્માતને પગલે પાછળના ટ્રેલરની તપાસ કરતાં ડ્રાઈવર દબાઇ ગયો હોવાનું દ્રશ્ય જોઇ તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છ તરફથી આવતાં વાહનચાલકો બેથી ત્રણ જગ્યાએ ટોલટેક્સ ભરીને છેક રાધનપુર સુધી પહોંચે છે. જેમાં આ બંને ટ્રેલર પણ આગળના ટોલથી પસાર થઈ નેશનલ હાઈવે ઉપર સુરક્ષિત મુસાફરીનો મસમોટો ટેક્સ ભરીને આવતાં હતાં. હવે આ સુરક્ષિત મુસાફરી માટે વસૂલ કરેલો ટેક્સ સુરક્ષા આપવાની વાત બાજુમાં રાખીને કાળમુખો બનતો જાય છે. ભારત સરકારના આ ગૌરવપૂર્ણ નેશનલ હાઈવે પર ખાડાને કારણે બનેલી આ ગોઝારી ઘટનાથી મુસાફરી અસુરક્ષિત બની છે. નેશનલ હાઈવે પર ચાલવા ટેક્સ આપવાનો છતાં દુર્ઘટના સર્જે તેવી નોબત બનતી હોઇ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ટોલટેક્સ વસૂલ કરતાં હોવા છતાં નેશનલ હાઈવેના સત્તાધીશો સુરક્ષિત મુસાફરી આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. ખરાબ હાઇવેને કારણે થયેલો આ મોતના અકસ્માતમાં શું નેશનલ હાઈવે જવાબદાર નથી? ટોલટેક્સ વસૂલતા હોવા છતાં કેમ ખાડારાજ છે? ટોલટેક્સ આપવા છતાં માર્ગ સુરક્ષા કેમ મળતી નથી? આ તમામ સવાલો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સામે ઉભા થયા છે.

અકસ્માતની ફરિયાદમાં હાઇવે ઓથોરિટીની પૂછપરછ કેમ નહિ? 

નેશનલ હાઈવે ઉપર બનેલી આ ઘટના બાદ સાંતલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ છે. જેમાં આગળના ટ્રેલર ચાલકે પાછળથી આવતાં ટ્રેલરના મૃતક ચાલક સામે ફરિયાદ કરી છે. સમગ્ર ફરિયાદમાં નેશ હાઇવે પર ખાડાનો ઉલ્લેખ થયેલો છે. આ ખાડાઓ પણ ઘટના બનવાનું એક કારણ હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીની પૂછપરછ કેમ ના થાય? ખાડાઓને કારણે અચાનક બ્રેક કરી અને બ્રેકને કારણે આગળ પાછળ બે ટ્રેલર ભટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માત ખાડાઓને કારણે પણ થયો હોવાથી માર્ગ પર સુરક્ષિત મુસાફરી આપવાની જવાબદારી ધરાવતી હાઇવે ઓથોરિટી સામે કેમ કાર્યવાહી નહિ? નેશનલ હાઇવે ઓથોરિટી જર્જરિત વગરનો માર્ગ રાખવા ટોલટેક્સ વસૂલે છે પરંતુ પૈસા ચૂકવવા છતાં સુરક્ષિત માર્ગ મળતો નથી.