ઝડપાયા@બનાસકાંઠા: પ્રાથમિક શાળાના આચાર્યને લાંચ લેતાં પોલીસે પકડ્યા, વિદ્યાર્થી પાસે 18,000 લીધા

 
Acb

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર એસીબી ની સફળ ટ્રેપ થઈ છે. વિગતો મુજબ એક શાળાના ખુદ આચાર્ય 18 હજારની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક માહિતી મુજબ આચાર્યએ ફરિયાદી પાસે ધોરણ 10 ની પરીક્ષા બાબતે સરકારી ફી ઉપરાંત 18000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમને ACB નો સંપર્ક કર્યા બાદ આચાર્ય ને લાંચ લેતા ઝડપી લેવાયા છે. 

બનાસકાંઠાની સાતરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય 18 હજારની લાંચ લેતા ઝડપાતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ફરિયાદીને ધોરણ 10 પાસના પ્રમાણપત્ર ની જરૂરિયાત હોઈ જેથી તેમને પરિક્ષા આપવાની થતી હતી. ફરીયાદીએ આરોપી જીગ્નેશભાઈ ભરતભાઈ ત્રિવેદી , ઉ.વ.39, ધંધો નોકરી, આચાર્ય , સાતરવાડા પ્રાથમિક શાળા , બનાસકાંઠા વર્ગ-૩નો સંપર્ક કર્યો હતો. જે બાદ માં આચાર્યએ સરકારી અનુદાન મેળવતી NIOS ( National Institute of Open Schooling) સંસ્થામાં પરિક્ષા અપાવી દેવા સારું સરકારની ફી ઉપરાંત રૂપિયા 18,000ની લાંચની માંગણી કરેલ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ના હોઇ તેમને ACB નો સંપર્ક કર્યો હતો. જેને લઇ એ.સી.બી. બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પાટણ ACB પોલીસ સ્ટેશનના PI જે.પી.સોલંકી ની ટીમે સિધ્ધપુર ખળી ચાર રસ્તા પાસે આવેલ ઝમઝમ હોટલ આગળ છટકું ગોઠવ્યું હતું. જ્યાં આરોપી આચાર્ય જીગ્નેશભાઈ ભરતભાઈ ત્રિવેદી 18,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ તરફ એસીબીની ટીમે આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.